Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
મેળવીને યોગ્ય બનેલા શિષ્યને વડી દીક્ષા) કરવાનો વિધિ જણાવ્યો છે, તેમાં સહદીક્ષિત માતા-પિતાદિ વડીલ વર્ગને અપ્રીતિ ન થાય તે રીતે નાના-મોટા સ્થાપવાની સુંદર વ્યવસ્થા છે. યોગ્યતા વિનાના શિષ્યની ઉપસ્થાપના કરવાથી વિરાધક થવાય છે, યોગ્યની ઉપસ્થાપના કરવામાં વિલંબ ન કરવો જોઈએ, વગેરે બાબતો જણાવી છે. જે મહાવ્રતો ઉચ્ચરાવવાનાં છે, તેનું વર્ણન કરતાં પહેલાં વ્રતમાં પૃથ્વીકાયાદિ પાંચે સ્થાવરોમાં કરેલી જીવત્વની સિદ્ધિ, બીજા વ્રતમાં ભાષાના ૪૨ પ્રકારો ત્રીજા વ્રતમાં ચૌર્યના પ્રકારો, ચોથા વ્રતમાં બ્રહ્મચર્યની સર્વ શ્રેષ્ઠતા અને જીવન વિકાસમાં એની આવશ્યકતા, પાંચમા વ્રતમાં અપરિગ્રહનું મહત્વ, વગેરે સર્વ વાતો યુક્તિપૂર્વક સમજાવી છે. પ્રત્યેકનાં ટીપ્પણો એમાં વિશેષ પ્રકાશ પાડે છે. એમ પાંચ મહાવ્રતોનું આત્મ વિકાસ માટે કેવું મહત્ત્વ છે તે જણાવીને તેના વિશુદ્ધ પાલન માટે ઉપયોગી પ્રત્યેક વ્રતની પાંચ પાંચ ભાવનાઓ જણાવી છે અને છેલ્લે છઠ્ઠા વર્તમાં રાત્રિભોજના ત્યાગનું વિધાન કર્યું છે.
તે પછી ચરણસિત્તરી અને કરણસિત્તરીનું વર્ણન છે, તેમાં ચારિત્રના સાધ્યસાધન ભાવારૂપ દશવિધ શ્રમણધર્મ, સત્તરવિધ સંયમ, વૈયાવચ્ચના પ્રકારો, બ્રહ્મચર્યની નવ વાડો, જ્ઞાનાદિ ગુણોની સાધના, કષાયોનો જય, સમિતિ-ગુપ્તિરૂપ અષ્ટ પ્રવચન માતાઓ, ઇન્દ્રિઓનો વિરોધ, ભાવનાઓ, સાધુની બાર પડિમાઓ, વગેરે વિષયો તેના પ્રકારો, સ્વરૂપ અને ગુણ-દોષ સાથે વર્ણવ્યા છે. તે દરેકનો મહાવ્રતાદિના પાલનમાં કેવો સહકાર છે ? પરસ્પરનો સંબંધ કેવો છે ? એકના અભાવે બીજાની નિષ્ફળતા કેવી રીતે થાય છે? વગેરે વિસ્તારથી સમજાવ્યું છે. તેમાં પણ બ્રહ્મચર્યની નવ વાડોનું અને ભાવધર્મની સિદ્ધિ માટે જરૂરી બાર ભાવનાઓનું વર્ણન વિસ્તારથી કર્યું છે.
તે પછી મહાવ્રતોમાં અતિચારો લાગવાનાં કારણો અને તેમાંથી બચવાની આવશ્યકતા જણાવી છે. નાનો પણ અતિચાર પરિણામે કેવું અનિષ્ટ સર્જે છે, તેની ભયાનકતા પણ બતાવી છે.
તે પછી મહાવ્રતો અને ચરણસિત્તરી, કરણસિત્તરી, આદિના પાલન માટે ગચ્છવાસ, કુસંસર્ગત્યાગ, અર્થપદચિંતન, પ્રામાનુગ્રામ વિહાર અને ગીતાર્થ નિશ્રા, વગેરેની આવશ્યકતા સાથે પ્રત્યેકનું સ્વરૂપ જણાવ્યું છે. તેમાં પ્રસંગાનુસાર પાંચ નિગ્રંથો, દશવિધ પ્રાયશ્ચિત, પરીષહો, ઉપસર્ગો, વગેરે બાબતો તેના સ્વરૂપ સાથે કહી છે અને તેના ઉત્સર્ગ-અપવાદ સાથે ગુણદોષનું પણ વર્ણન કર્યું છે. તેમાં પણ ગચ્છવાસના લાભો અને વિહારનો વિધિ વર્ણવતાં કરેલી સર્વ સાધુઓની
વગેરેની
ધ પ્રાયશ્ચિત પર
ગુણદોષનું પણ SA સર્વ સા