Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
44
સંયમરક્ષાની ચિંતા, પાસસ્થાદિ સાથે પણ કારણે કેવી રીતે વ્યવહાર કરવો ? વગેરે વર્ણન ઘણું મનનીય છે.
પછી એ રીતે સંયમના નિર્મળ પાલનથી ગીતાર્થ બનેલા સાધુને ગણિપદ, ઉપાધ્યાયપદ, પ્રવર્તકપદ, આદિ પદો આપવાનો વિધિ જણાવ્યો છે. તેમાં પદસ્થ થયા પછી તેઓનું ગચ્છની રક્ષા માટેનું કર્તવ્ય, મૂળ આચાર્યે ગચ્છથી નિવૃત્ત થઈને સવિશેષ આરાધના કરવાનો વિધિ, વગેરે વર્ણવ્યું છે. રાજ્યના અધિકારીઓની જેમ પ્રત્યેક પદસ્થોનાં ભિન્ન ભિન્ન વિવિધ કર્તવ્યો જણાવ્યાં છે. અયોગ્યને પદસ્થ બનાવવાથી ગચ્છને થતી હાનિ, શાસનની અપભ્રાજના, વગેરેનું વર્ણન કર્યું છે. અયોગ્ય પદસ્થ પ્રત્યે સ્થવિરોનું કર્તવ્ય, ગચ્છમાં સ્થવિરોનું પ્રાધાન્ય, પદસ્થને અને સાધુ-સાધ્વીને હિતશિક્ષા, પદસ્થ થવામાં ગીતાર્થપણાનું મહત્ત્વ; આચાર્યના પાંચ અતિશયો, આઠ પ્રકારની ગણિ સંપત્તિ, લક્ષણોપેત પૂર્ણ અવ્યંગ શરીર, આભાવ્ય વ્યવહારની વ્યવસ્થા, વગેરે અનેક આવશ્યક બાબતો વર્ણવી છે. આ બધું વર્ણન જોતાં લૌકિક રાજ્ય શાસન કરતાં પણ શ્રી જિનેશ્વરે સ્થાપેલા ધર્મશાસનની વ્યવસ્થા ઘણી જ શ્રેષ્ઠ છે, એમ કોઈ પણ સુજ્ઞને સ્વીકારવું પડે તેમ છે. એટલું જ નહિ, રાજા વિનાની નિર્નાથ પ્રજાને રાજાની જેટલી આવશ્યક્તા છે તેથી કેઈ ગુણી ગુરુની અને ગુરુકુળવાસની આવશ્યકતા સિદ્ધ થાય છે. સાધ્વીગણના સંયમની રક્ષા અને વૃદ્ધિ માટે પણ મહત્તરાપદ તથા પ્રવર્તિનીપદની વ્યવસ્થા છે, તેઓના સંચાલન નીચે રહીને સાધ્વીવર્ગ સ્વ-પર ઉત્કર્ષ સાધી શકે તેવું શાસનનું બંધારણ જણાવ્યું છે.
એ ઉપરાંત યોગ્યતા અને અધિકારને અનુસરતાં પ્રત્યેકનાં વિવિધ કર્તાવ્યોનું ગચ્છમાં પાલન ન થાય તો કેવા ઉપાયો કરવા ? ગુરુ પણ શિષ્યોની સારણા વગેરેમાં પ્રમાદ કરે, અયોગ્યને દીક્ષા આપે કે ઉત્તેજન આપે, તો તેને કેવું પ્રાયશ્ચિત્ત લાગે ? કોઈ ગુરુ શિષ્યને આરાધના માટે સ્વયં સહાય કરે નહિ કે મહત્ત્વ યા મમત્વને કારણે અન્ય ગુરુની નિશ્રામાં જવાની સંમતિ આપે નહિ તો શું કરવું ? કેવા ગુણવાળો સ્વલબ્ધિક (ગુરુઆજ્ઞાથી ભિન્ન વિચારવામાં અધિકારી) ગણાય ? વગેરે અનેક બાબતોનું વર્ણન કર્યું છે.
તે પછી છેલ્લી અવસ્થામાં દ્રવ્ય-ભાવ સંલેખના કરવાનો વિધિ, અંતે અનશન કરવાના પ્રકારો, તેનો વિધિ, તથા છેલ્લે મહાપારિષ્ઠાપનિકાનો વિધિ અને તેના ગુણ-દોષ, વગેરે વિસ્તારથી વર્ણવ્યું છે. એમ ગ્રંથનો લગભગ બધો ભાગ સાપેક્ષયતિધર્મના વર્ણનથી પૂર્ણ કર્યો છે. ત્રીજી પવિભાગ સામાચારીની માત્ર