Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
-(41)
માટે શક્ય પ્રયત્નો કરનારને વર્તમાનમાં પણ ઘણા લાભો થાય છે. કોઈ કોઈ આત્માઓ એવો અનુભવ કરી પણ રહ્યા છે. જો તે શક્ય જ ન હોત તો જ્ઞાનીઓ તેનું વિધાન કરતે જ નહિ. હા, દુષ્કર છે અને એ કારણે વર્તમાનમાં સંયમને દુરારાધ્ય કહ્યું છે, પણ એનો અર્થ એ નથી કે તે અશક્ય જ છે ! આજે પણ કેટલાય ઉત્તમ જીવો લૌકિક-લોકોત્તર જીવનમાં વ્યવહારશુદ્ધિ માટે પ્રયત્ન કરીને જીવનને ઉર્ધ્વગામી બનાવતા જોઈ શકાય છે. ગુણોના વિકાસનું મૂળ ક્યાં છે ? જીવનમાં ગુણો કેવા ઉપકારી છે ? અને તેના અનાદરથી જીવનમાં કેટકેટલી મુશ્કેલીઓ વધતી જાય છે ? એને વિચારતાં સંયોગવશાત્ ગૃહસ્થ અને સાધુજીવનના વર્તમાનમાં બદલાઈ રહેલા વ્યવહારોથી આત્માને કેટલી હાનિનો સંભવ છે એ સ્પષ્ટ સમજાય છે. એ પરિસ્થિતિમાંથી બચવા માટે શાસ્ત્રીય વિધાનો કેટલાં ઉપયોગી છે તે વિવિધ રીતે સમજાવ્યું છે. જીવનોપયોગી આહારાદિ પદાર્થો, તેને મેળવનાર કે ભોગવનાર, વગેરે દરેંક અંગો કેવાં નિર્મળ જોઈએ ? એ માટે મનવચન-કાયાના વ્યાપારો કેટલા શુદ્ધ જોઈએ? ઈત્યાદિ અનેક બાબતો એટલી સુંદર બતાવી છે કે તેને સમજ્યા પછી “આહારાદિ લેવા છતાં સાધુ ઉપવાસી છે' એ વચનનું સાચું રહસ્ય સમજાય છે. વસ્તુતઃ સાધુજીવનના પ્રત્યેક વ્યવહારો જીવનને ઊર્ધ્વગામી બનાવી શકે છે, કારણ કે તેમાં અહિંસા ઉપરાંત નીતિ, વ્યવહારશુદ્ધિ, ઔચિત્ય, આરોગ્ય, ધર્મવૃદ્ધિ, પરોપકાર, ઇન્દ્રિયોનો વિજય, વિષયોના આકર્ષણનું દમન, સાધુતાનો પ્રભાવ, કામ-ક્રોધાદિ અંતરંગ શત્રુઓનો વિજય, ગુર્નાદિનો વિનય, બાળ-વૃદ્ધ આદિની વૈયાવચ્ચ, ઔદાર્ય અને એ સર્વના યોગે રાગ-દ્વેષાદિના વિજયરૂપ ચારિત્રનો પ્રકર્ષ, વગેરે અનેકાનેક ગુણોની સિદ્ધિઓનું લક્ષ્ય છે. એને અનુસરવાથી જ આત્મવિકાસ સાધી શકાય એ વાતને કોઈપણ સુજ્ઞ સ્વીકારે એવું સુંદર વર્ણન છે. સાધક કર્મબંધથી બચે, કોઈને અપ્રીતિકારક ન થાય, સાધુજીવન પ્રત્યે બીજા આદરવાળા બને અને જીવન ઉત્તરોત્તર સ્વાશ્રયી બને, એવી સુંદર તેમાં યોજના છે.
ભોજન પછી પાત્ર ધોવાનો, ચંડિલભૂમિએ જવા-આવવાનો વગેરે વિધિ જણાવ્યો છે. તેમાં પણ એકેન્દ્રિયાદિ કોઈ જીવને પીડા ન થાય, ધર્મની હલકાઈ ન થાય, લોકવિરુદ્ધ ન સેવાય, ઈત્યાદિ અનેક વાતો કહી છે.
તે પછી ત્રીજા પ્રહરના પ્રારંભમાં વસ્ત્ર-પાત્રાદિના પ્રતિલેખનનું, તે પછી સ્વાધ્યાય કરવાનું અને સાંજે પ્રતિક્રમણ કરવાનું વિધાન છે. તેમાં પ્રસંગાનુસાર પ્રતિક્રમણનાં સૂત્રો અર્થ સહિત આપ્યાં છે. ટૂંકું છતાં સંકલનાબદ્ધ પૂર્ણ અને