Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
39
વિચાર કરતાં એમ સમજાય છે કે-વર્તમાનમાં ‘જિનમૂર્તિ અને જિનાગમ' બે જ કર્મરોગને ટાળવાનાં ઔષધો છે. તે પૈકી જિનમંદિરો અને મૂર્તિઓ ગામે ગામ, પર્વતો ઉપર, પહાડોમાં અને જંગલોમાં પણ પ્રગટ છે, બીજી બાજુ આગમગ્રંથો તો અમુક સુનિશ્ચિત સ્થળે ભંડારોમાં જ અપ્રગટ છે, તે સહેતુક છે. જિનમૂર્તિ કાષ્ટાદિ ઔષધ તુલ્ય હોવાથી તેનાથી થાય તો લાભ થાય છે, હાનિનો સંભવ નથી. માટે સૌને તેના દર્શન-પૂજન આદિ કરવાની વ્યવસ્થા છે. જો કે તેમાં પણ વિવેક છે. તથાવિધ જાતિ આદિની વિશિષ્ટતા વિના રાજા-મહારાજા વગેરેનાં દર્શન મેળાપ વગેરે કરી શકાતું નથી, તેમ જિનમૂર્તિનાં દર્શન-પૂજન પણ કરી શકાતાં નથી. તેવા આત્માને જેનાં દર્શન-પૂજનને તે ઇચ્છે છે, તે જિનેશ્વરનાં વચનમાં શ્રદ્ધા રાખી તેની આજ્ઞાનું પાલન કરવારૂપ ભાવધર્મથી જ આરાધના થાય છે. તો પણ શાસ્ત્રાઘ્યયનની જેમ જિનભક્તિ માટે અમુક જ અધિકારી છે એમ નથી. રાસાયયણિક ઔષધની જેમ શાસ્ત્રાધ્યયન ન પચે તો અહિત થવાનો સંભવ હોવાથી જેમ વૈધ સ્વયં વિશિષ્ટ રોગીને જ રોગનું નિદાન વગેરે કરીને યોગ્ય લાગે તો જ રાસાયણિક ઔષધ તેની માત્રા (પ્રમાણ) આદિનો ખ્યાલ કરીને જ આપે અને પરેજી વગેરેનો પૂર્ણ પ્રબંધ કરાવે, તેમ ભાવવૈદ્યતુલ્ય ધર્મગુરુ વિશિષ્ટ ગુણવાનને તેની યોગ્યતાના પ્રમાણમાં શાસ્ત્રો ભણાવી શકે અને તેનો દુરુપયોગ ન થાય તેની કાળજી રાખીરખાવી શકે, એ તેમાં આશય છે. કોઈ પણ નિષ્પક્ષ વિચારક આ વ્યવસ્થાને યોગ્ય માનશે. કારણ કે તેમાં લાભને બદલે હાનિ ન થઈ જાય તેવું કાળજીભર્યું હિતચિંતન છે. તેને અનુસરવાથી આજ સુધી જૈનગમ અખંડિત, અબાધિત તથા તેના સ્વરૂપમાં પવિત્ર રહ્યું છે અને જીવોનું કલ્યાણ કરી શક્યું છે.
આ કારણે જિનાગમના રક્ષણનો, ઉપદેશનો અને ભણવા-ભમાવવા વગેરેનો વ્યવહાર શ્રમણસંઘને આધીન છે, તે સર્વ રીતે સંઘના હિતાર્થે હોવાથી તેને અબાધિત રાખવામાં જ સર્વનું કલ્યાણ છે. એનો અર્થ એ નથી કે સાધુઓમાં પણ દરેકને ભણવાનો અધિકાર છે અને કોઈ જ ગૃહસ્થને અધિકાર નથી જ. યોગ્ય આત્મા ગૃહસ્થ પણ ગુરુની નિશ્રાએ શાસ્ત્રોક્ત વિધિપૂર્વક શાસ્ત્રાભ્યાસ કરી શકે છે અને સાધુને પણ તેવી યોગ્યતાના અભાવે શાસ્ત્રો ભણી-ભણાવી શકાતાં નથી. એમ સર્વત્ર જીવોનું હિત થાય એ દૃષ્ટિબિંદુ અચળ છે. જગતમાં પણ કોઈ ક્ષેત્રમાં સર્વને સર્વ અધિકારો મળતા નથી, સર્વ વિષયમાં આવો વિવેક હોય છે. એને માન્ય રાખીને જ તે તે કાર્યો સાધી શકાય છે, તેમ શાસ્ત્રાધ્યયનમાં પણ કોઈને હાનિ ન થાય અને યોગ્ય આત્મા તેના લાભથી વંચિત ન રહે તેવી નિષ્પક્ષ આ એક