Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
(37તે પછી દીક્ષાના નિરતિચાર પાલન દ્વારા આત્મવિશુદ્ધિ કરવા માટે જરૂરી ગુરુકુળવાસનું મહત્ત્વ, તેનું સ્વરૂપ, તેનાથી થતા લાભો, વગેરે વિવિધ વાતોને જણાવી છે. તેમાં પ્રસંગોનુસાર કહેલું ભાવાચાર્યનું સ્વરૂપ, તેમાં ઉત્સર્ગ-અપવાદ, શિષ્યનું કર્તવ્ય, સમર્પિતભાવના લાભો, તેથી થતી ક્લિષ્ટ કર્મોની નિર્જરા અને વિશિષ્ટ પુણ્યનો બંધ, ઈત્યાદિ અતિ ઉપકારક અનેક બાબતો કહી છે. એને સમજ્યા પછી ગુરુકૂળવાસ કષ્ટને બદલે આનંદરૂપ બની જાય છે. કારણ કે ચોક્કસ લાભો જાણ્યા પછી તે માટે ગમે તેવું કષ્ટ વેઠવા પણ જીવ સદા તત્પર હોય છે. સંસારમાં જીવો વિવિધકષ્ટોને સહર્ષ વેઠે છે તેમાં ખોટાં છતાં તેને અજ્ઞાન અને મૂઢતાથી પણ સાચા સમજાયેલા ભાવો જ કારણભૂત હોય છે. તેમ અહીં પણ જન્મ-મરણાદિનાં દુ:ખોથી ત્રાસી ગયેલા જીવને દીક્ષાના પાલન માટે ‘ગુરુની પરાધીનતા જન્મ-મરણાદિના કારણભૂત ક્રામ-ક્રોધાદિનો પરાજય કરવા માટે અતિ આવશ્યક અને ઉપકારક છે' એમ સમજોયા પછી તે કષ્ટને બદલે અગમ્ય આનંદ આપે છે. તે આનંદમાં સંતુષ્ટ બનેલો આત્મા ઈન્દ્રની કે ચક્રવર્તીની સંપત્તિને પણ તુચ્છ માની શકે છે. યોગ્ય ગુરુની નિશ્રા પામીને પણ જે આત્મા તેમાં આનંદનો અનુભવ કરી શકતો નથી તે સંસારનાં કષ્ટોથી કંટાળેલો છે એ સિદ્ધ થતું નથી.
તેની પછી શાસ્ત્રાધ્યયનનો વિધિ અને તે માટે ઉપધાન-યોગ (તપ સહિત વિશિષ્ટ અનુષ્ટાન) કરવાનું વિધાન ક્યું છે. સાધુજીવનમાં શાસ્ત્રાધ્યયનની મુખ્યતા છે. કારણ કે શાસ્ત્રો સિવાય આત્માના અનાદિ અંધારપટને દૂર કરવાનો અન્ય કોઈ ઉપાય નથી. ઉપરાંત વિશિષ્ટ ક્ષયોપશમ વાળા સાધુનું શાસ્ત્રોની રક્ષા કરવાનું તેને પ્રચારવાનું અને તે તે કાળે જીવોની બુદ્ધિને અનુસાર ઉપયોગી બને તેવી નવી નવી રચના કરવાનું વગેરે કર્તવ્ય છે. કહ્યું છે કે“વર્મવેક્ષમૃતઃ સર્વે, રેવાશાવક્ષ: I સર્વશભુષ: સિદ્ધા, સાધવ: શાસ્ત્રક્રુષ: I” (જ્ઞાનસાર)
અર્થાત્ જગતમાં સર્વ જીવોનો વ્યવહાર ચર્મચક્ષુથી ચાલે છે, દેવો અવધિજ્ઞાનરૂપ ચક્ષુવાળા, સિદ્ધો કેવળજ્ઞાનરૂપ ચક્ષુવાળા અને સાધુઓ તો શાસ્ત્રરૂપ ચક્ષુવાળા હોય છે. અર્ધાત્ સાધુઓને શાસ્ત્રજ્ઞા પ્રમાણે જીવવાનું હોય છે.
એમ શાસ્ત્રાધ્યયન વિનાનો સાધુ અંધતુલ્ય હોવાથી તેણે શાસ્ત્રજ્ઞની આજ્ઞાને અનુસરવાનું હોય છે. ગૃહસ્થને અર્થોપાર્જનના લક્ષ્યની જેમ સાધુને શાસ્ત્રાધ્યયનનું લક્ષ્ય મુખ્ય હોવાથી તે તે કાળે કરવા યોગ્ય પ્રતિલેખનાદિ આવશ્યક કાર્યો સિવાયના શેષ સમયે શાસ્ત્રાધ્યયન કરવાનું વિધાન કરેલું છે. શાસ્ત્રાધ્યયનને ત્યાં