Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
36
સત્કાર-સન્માન કરવાં. ઇત્યાદિ જે જે વ્યવહારો આર્યદેશમાં પ્રસિદ્ધ છે, તે સર્વ અન્ય જીવોની પ્રસન્નતા પ્રગટાવવા માટે છે. એ પ્રસન્નતાથી શુભ કાર્યોમાં આવતાં વિઘ્નો ટળે છે અને કરનારને આત્મિક પ્રેરણા મળે છે. ઇત્યાદિ નિમિત્તોનું બળ ઘણું જ છે. અહીં તો એટલું જ કહેવું પર્યાપ્ત થશે કે નિષ્કારણબંધુ જગતવત્સલ શ્રી વીતરાગદેવે જે જે વિધિ-નિષેધો ઉપદેશ્યા છે, તે ખૂબ રહસ્યપૂર્ણ છે. એને સમજવા માટે સૂક્ષ્મ અને શોધક દૃષ્ટિ જરૂરી છે. ભલે એ સત્ય સૌને ન સમજાય, પણ તેનું પાલન કરવામાં જ સ્વ-પર સર્વનું કલ્યાણ છે.
એની પછી ‘સાપેક્ષ' એટલે ગુર્વાદિ વગેરેની સહાયતાની અપેક્ષાવાળો અને ‘નિરપેક્ષ' એટલે સંપૂર્ણ સ્વાશ્રયી-સહાયતાની અપેક્ષા વિનાનો, એમ યતિધર્મના બે પ્રકારો બતાવ્યા છે. માતા-પિતાદિ ગૃહસ્થ ગુરુવર્ગના વિનયાદિ કરવાથી ધર્મગુરુની આજ્ઞાને આધીન રહી જિનાજ્ઞા પ્રમાણે જીવવાનું સામર્થ્ય પ્રગટે છે અને જિનાજ્ઞાના પાલનથી કામ-ક્રોધાદિ અંતરંગ શત્રુઓ ઉપર વિજય મેળવી શકાય છે. ધર્મગુરુમાં એ વિજય કરવા-કરાવવાની,શક્તિ હોય છે તેથી તેઓના આશ્રયથી એ વિજય કરી શકાય છે. ઇત્યાદિ સાપેક્ષ યતિધર્મના પાલનથી આત્માને અચિંત્ય લાભો થાય છે. તે પછી તે નિરપેક્ષયતિધર્મને યોગ્ય બની તેને સ્વીકારીને પોતાની જીવન કળાને વિકસાવી પરિણામે સ્વકર્મોથી મુક્ત થઈ શકે છે.
ગુરુની નિશ્રામાં રહેવા નિર્બળ નીવડે છે તે આત્મા એકલો રહેવા માટે તો અવશ્ય નિર્બળ સિદ્ધ થાય છે. એટલું જ નહિ, રક્ષક વિના કામ-ક્રોધાદિ અંતરંગ શત્રુઓ તેનો પરાજય કરે છે અને દીક્ષાને નિષ્ફળ બનાવી તેનો દુરુપયોગ કરાવી દે છે. એથી જ સાધુ જીવનની બે મર્યાદાઓ કહી છે, એક કામ ક્રોધાદિનો વિજય કરવાની શક્તિ પ્રાપ્ત કરીને સ્વયં ગીતાર્થ બનવું અને બીજી શક્તિ ન પ્રગટે ત્યાં સુધી ગીતાર્થની નિશ્રામાં રહેવું. એ સિવાય ત્રીજો માર્ગ નથી. એવા યોગ્ય ગુરુના અભાવમાં શિષ્ય શું કરવું ? તેનો પણ સુંદર માર્ગ ગ્રંથકારે બતાવ્યો છે. તે ગ્રંથના વાચનથી પ્રસંગે પ્રસંગે સ્વયં સમજી શકાશે. નથી તો જૈનદર્શનમાં ગુરુનો પક્ષ કે નથી તો શિષ્યનો પક્ષ, બન્નેને સ્વ-પર કલ્યાણ થાય તેવો નિષ્પક્ષ અને એકાંતે હિતકર ન્યાયમાર્ગ બતાવ્યો છે.
પૂર્વ મહર્ષિઓએ ભાવિ જીવોની કરેલી આ હિતચિંતા સમજાયા પછી નિષ્કારણ ઉપકારી તેઓના ચરણોમાં મસ્તક નમી પડે છે. હર્થથી હૈયું નાચી ઉઠે છે. અને ચક્ષુ હર્ષાશ્રુથી ઉભરાય છે. એમ થઈ આવે છે કે આવો નિષ્પક્ષ એકાંતે કલ્યાણકર માર્ગ આ ઉપકારીઓ વિના બીજો કોણ બતાવે છે ?