Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
33
અસત્ય-ચૌર્યકર્મ-અબ્રહ્મ-પરિગ્રહ અને રાત્રિભોજનનો તેઓ જીવનભર ત્યાગ કરે છે, ઉપરાંત બીજી પણ ઘણી ઘણી આકરી કસોટીઓમાંથી પસાર થવાનો તેમનો ધર્મ છે. આવા કઠીન અને સ્વાશ્રયી જીવનને જીવવા માટે પણ આત્મામાં સત્ત્વ, દૃઢ વૈરાગ્ય, વિશિષ્ટ પુણ્યબળ, કર્મોની મંદતા, શરીરબળ તથા સ્વાસ્થ્ય, વિશુદ્ધ જ્ઞાન, નિર્મળ બુદ્ધિ, વગેરે અનેક ગુણોની જરૂર રહે છે.
ગૃહસ્થધર્મમાં પણ યોગ્યતા અપેક્ષિત છે, તથાપિ સામાન્ય છે, કારણ ત્યાં શ્રી જિનાજ્ઞાને સંપૂર્ણતયા પાળવાની પ્રતિજ્ઞા હોતી નથી, અહિંસાદિ વ્રતો કે બીજા પણ નિયમોનું પાલન શક્તિ-સામગ્રી અનુસારે ન્યૂનાધિક કરવાનું હોય છે, એ કારણે શ્રીસંઘનાં ચાર પૈકી બે અંગો હોવા છતાં શ્રાવક-શ્રાવિકાને પૂજ્યપદમાં સ્થાન નથી. શ્રીજિનાજ્ઞાની સંપૂર્ણ વફાદારી તેઓ સ્વીકારી શકતાં નથી, તેથી ધર્મમાં નેતૃત્વ પણ તેઓનું હોતું નથી. સાધુ તો ધર્મનો નેતા ગણાય છે, જિનાજ્ઞાને વફાદાર રહેવાની પ્રતિજ્ઞાવાળો હોય‘ છે,. એ કારણે તેનું પરમેષ્ઠિઓમાં પૂજ્યપદે સ્થાન છે. વળી સાધુધર્મના નિર્મળ આરાધનથી વિશેષ યોગ્ય બનેલા આત્માઓ ઉપાધ્યાય અને આચાર્યપદ વગેરે પદના પણ અધિકારી બને છે, ઇત્યાદિ અનેક કારણોથી સાધુની યોગ્યતા વિશિષ્ટ જોઈએ તે સમજાય તેવું છે.
આ વિશિષ્ટ યોગ્યતાના બળે જ શ્રમણસંઘ આજ સુધી જગતમાં મોખરે હતો. રાજા-મહારાજાઓ અને એક કાળે દેવ-દાનવો. પણ તેનું દાસત્વ કરતા હતા. કાળની પરિહાણિથી જેમ જેમ સંઘયણ બળ અને જ્ઞાનબળની સાથે એ યોગ્યતામાં મંદતા આવતી ગઈ તેમ તેમ તેના મહત્ત્વમાં પણ ઓટ આવતી ગઈ. તો પણ જેટલા પ્રમાણમાં એ યોગ્યતા-મર્યાદા સચવાઈ રહી છે તેટલા પ્રમાણમાં આજે પણ જૈનશ્રમણોનું મહત્ત્વ સુરક્ષિત છે. ભલે સૌ કોઈ એને સમજી ન શકે, પણ જગત ઉપર જૈનશ્રમણોનો ઉપકાર અદ્યાપિ પર્યંત સર્વોપરિ છે. એનું જીવન કોઈને ભાર રૂપ નથી. અનેક ‘કષ્ટો વેઠીને સ્વાશ્રયી જીવન જીવીને પણ અન્ય આત્માઓને દુ:ખથી મુક્ત કરવાના ઉપાયોનું આજે પણ તે રક્ષણ અને પ્રચાર કરે છે. અનેક પ્રકારનાં માન-સન્માન અને સગવડો વચ્ચે પણ તેઓ ત્યાગ અને વૈરાગ્યથી સાધના કરી રહ્યા છે. સર્વકાળમાં હોય તેમ આજે પણ એમાં દૂષિત તત્ત્વો છે અને રહેવાનાં, તો પણ આ એક હકિકત છે કે સર્વજ્ઞના વચનના આધારે જીવનારા જૈનશ્રમણોથી ગૃતને ઘણો લાભ થયો છે અને આજે પણ થાય છે. જૈન શ્રમણોના આ વૈશિષ્ટ્યને સાચવવા માટે શાસનના અંત સુધી યોગ્યતાનું વિધાન અને તેને જણાવનારાં શાસ્ત્રો સંઘને ઉપકારક છે. એ કારણે ગ્રંથકારે આ ગ્રંથની