Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ હતા. તે લોકોની એટલી બધી ગણતરી હતી કે બીજા મનુષ્યને જવા આવવાને માર્ગ બંધ થઈ ગયો હતો. મનુષ્યનું આટલું બધું જવું આવવું અને તેને કોલાહલ સાંભળી રાજમહેલના ઝરૂખામાં રહેલી રાણી ચંદ્રલેખાએ કમલા નામની ધાવમાતાને બોલાવી તેનું કારણ પૂછયું. સુદના થોડી જ વખતમાં તપાસ કરી કમલાએ રાણીને જણાવ્યું. મહાદેવી ! ચંદ્ર શ્રેષ્ઠીને ઘેર આજે / 39 aa લકે મોટું વધામણું કરે છે, તેથી મનુષ્યની આટલી બધી ભરતી જણાય છે અને કેલાહલ પણ તેને જ છે. વધામણું કરવાનું કારણ શું? કમળાએ જણાવ્યું. આપણા ગામના ધનાઢ્ય વ્યાપારી ચંદ્ર શ્રેષ્ઠીને પુત્ર સોમચંદ્ર સમુદ્રમાર્ગો પરદેશ ગયો હતો. પરદેશથી ઘણું દ્રવ્ય કમાઈને સુખશાંતિથી પાછો ઘેર આવ્યા છે. તેના હર્ષથી આ સર્વ ધામધૂમ કરવામાં આવી છે. આ વર્તમાન સાંભળી દેવી ચંદ્રલેખાએ કમળાને જણાવ્યું કે તારે પણ તે શ્રેષ્ઠીને ઘેર વધામણું કરવા જવું જોઈએ, કારણ કે ગમે તેવા મહાન પુરુષોએ પણ ઉચિત પ્રવૃત્તિ તે સાચવવી જ જોઈએ. ઉચિત પ્રવૃત્તિ નહીં કરનાર પોતે મહાન હોય તથાપિ લઘુતા પામે છે. કહ્યું છે કે મેં રાંકથી લઈ રાજાપયતને કોઈ પણ માણસ ઉચિત પ્રવૃત્તિને અનાદર કરનાર હોય તેને પ્રભુત્વની ઈચ્છા કરત દેખી બુદ્ધિમાને તેની હાંસી કરે છે અર્થાત ઉચિત પ્રવૃત્તિને નહિ જાણનાર મનુષ્ય પોતાની પ્રભુતાને પિતાના હાથે વિનાશ કરે છે.” P.P.AC. Gunratnasuri MS Jun Gun Aaradhak Tre! || 3el