Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના 38 .. - તે રાજાને નિષ્કલંક અને દેખનારને શીતળતા પ્રાપ્ત કરાવનાર નવીન ચંદ્રલેખા (ચંદ્રરેખા)ની માફક ચંદ્રરેખા નામની પટ્ટરાણી હતી, છતાં બન્નેમાં (ચંદ્રરેખા અને ચંદ્રલેખામાં) વિશેષ એટલો હતો કે, ચંદ્રની રેખા વાંકી હતી અને આ ચંદ્રલેખા સરલ સ્વભાવની હતી. તેણીનું નિરૂપમ સૌંદર્ય અને સૌભાગ્યને જોઈને જ જાણે શરમાઈ ગઈ હોય તેમ આજકાલ ભાગ્યે જ અમરીઓ (દેવાંગનાઓ) દર્શન આપે છે. દેખાય છે તે રાણીને સંપૂર્ણ અવયવવાળા, પૂર્ણ લાવણ્યવાળા, સુંદર આકૃતિવાળા, ભદ્ર સ્વભાવવાળા, અને ઉત્તમ પરાક્રમવાળા અનુક્રમે સાત પુત્ર થયા હતા. તે શહેરમાં ચંદ્રશ્રેષ્ઠી નામને એક ધનાઢ્ય વેપારી રહેતો હતો. ઘણે ભાગે તેને વ્યાપાર સમુદ્રમાર્ગો પરદેશ ખાતે વિશેષ હતો. એક દિવસે તે શ્રેષ્ઠીએ શહેરના તમામ મંદિરોમાં અષ્ટાદ્ધિક મહોત્સવ શરૂ કરાવ્યો. આખા શહેરમાં રાજાની આજ્ઞાથી અમારી પડહ વજડા. (કેઈએ કેઈ પણ જીવને મારવો નહિ, તેને અમારી પડહ કહે છે.) ભક્તિપૂર્વક સુપાત્રોમાં દાન આપવું શરૂ કર્યું અને કરુણાબુદ્ધિથી દીન, દુઃખીયાં, અપંગ, લાચાર આદિને સંતોષવા માંડયાં. Gaman આનંદિત થઈ શહેરના લોકે વધામણું કરવાને માટે તે શ્રેષ્ઠીના ઘર તરફ આવતા 1} | 38 Jun Gun Aaradhak Trust