________________
૨૫
લાભ મળ્યો હતો, તે બીજી બાજુ આગમારક શ્રી આનંદસાગરસૂરિજી તથા તેમના મુખ્યપદધર શ્રી માણિજ્યસાગરસૂરિજી, તેમ જ એમના પરિવાર સાથેને.
હેમસાગરસૂરિજી એ આગમહારકના એક અગ્રગણ્ય અને અભ્યાસી અંતેવાસી છે. એમને સૂરતમાં “સૂરિ' પદવી વિઠદરત્ન આ. શ્રીમાણિયસાગરસૂરિજીના વરદ હસ્તે સને ૨૦૦૭માં અપાઈ, ત્યારે હું ત્યાં હાજર હતા. હવે તે કાળબળે સૂરત છોડી મુંબઈ આવ્યો છું અને અહીં વરલીમાં રહ્યો છું. થોડા દિવસ ઉપર એઓ અચાનક મારે ત્યાં પધાર્યા, તેથી મને અને મારા કુટુંબીવર્ગને સાનંદ આશ્વર્ય થયું. એમની સાહિત્યપ્રવૃત્તિ જેવા-જાણવાને સુગ મને ઉદ્યોતનસૂરિ કિવા દાક્ષિણ્યચિનસરિકૃત કુવલયમાલાને એમણે કરેલે ગુજરાતી અનુવાદ વિચારતી વેળા મળ્યો. વિશેષમાં યાકિની મહત્તરાના ધર્મપુત્ર હરિભદ્રસૂરિકૃત સમરાઈચ કહાના અને ત્યારપછી ક. સ. હેમચન્દ્રકૃત યોગશાસ્ત્ર સવિવરણના ગૂજરાનવાદ અંગે થોડુંક લખતી વેળા થયો. હાલમાં અહીં મુંબઈમાં એ કાર્યમાં વેગ આવ્યો છે અને એનું ફલ તે એમણે આ “ઉપક્રમણિકા' લખી આપવા કરેલા પ્રસ્તાવ છે. એમણે મહાનિસીહ-મહાનિશીથને-એક છેદસૂત્ર તરીકે ઓળખાવાતા જૈન આગમન ગુજરાતીમાં સંપૂર્ણ અનુવાદ લખીને તૈયાર કર્યો છે–એમ જાણવા મળ્યું છે. આમ એઓ સંસ્કૃત અને પાઇય ભાષાઓમાં રચાયેલા પ્રૌઢ ગ્રન્થોના અનુવાદક્ષેત્રમાં વધુ ને વધુ વિચરતા થયા છે-એ આનન્દની વાત છે. પ્રસ્તુત અનુવાદ એમના અન્ય અનુવાદ દ્વારા ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિમાં વૃદ્ધિ કરે છે એમ કહું તો કેમ?
આભાર-ઉપક્રમણિકા લખી આપવાનું અનુવાદકશ્રીએ આપેલું આમંત્રણ અને સ્વાધ્યાયનું નિમિત બનવા બદલ એમનો તેમ જ આ ઉપક્રમણિકાને અંતિમ સ્વરૂપ આપતો હતો, એવામાં એમના તરફથી પઉમરિય ભાગ ૧-૨ મળતાં એનો મેં કંઈ લાભ લીધો હોય તે બદલ એના પ્રકાશકાદિકને પણ હુ આભાર માનું છું.
અભિલાષા-ભવભાવણું પzવૃતિગત કહચરિય-કૃષ્ણચરિત્રને અનુવાદ અનુવાદકશ્રી હવે તયાર કરે અને એ મૂળ સાથે વિશિષ્ટ પ્રસ્તાવના સહિત પ્રકાશિત થાય-એવી મારી અભિલાષા દર્શાવ ઈ. સાથે સાથે ઉમેરીશ કે એક અજ્ઞાતકક કહચરિય છે, એની એક જ હાથપોથી હાય એમ લાગે છે, તે એને ઉદ્ધાર થ ઘટે. આ હાથપોથીને પરિચય મેં D C G M. vol 14, sec 2, pt 1, ph 318-A માં આવે છે.
પૂર્ણાહુતિ-અંતમાં એ સૂચવીશ કે વૈરાગ્યવાસિત શ્રમણધુરંધર વિબુધવર વિમલસૂરિ દ્વારા જણ સરહદી-જૈનમહારાષ્ટ્રમાં મુખ્યતયા “ગાથા' છંદમાં વીરસંવત ૨૩૦ માં અને કેટલાક આધુનિક વિદ્વાન નોના મતે ઈ. સ. તૃતીય શતાબ્દીમાં રચાએલા, વીરાદિક ન રસો આસ્વાદ કરાવનારા. ધર્માદિ ચારે પુરુષાર્થો ઉપર તથા ધર્મકથાદિ ચારે અનુયોગે ઉપર પ્રકાશ પાડનારા, પુરાણ તરીકે નિદેશાલા, ઉપાખ્યાને, આખ્યાને ઇત્યાદિથી અલંકૃત, વિમલક-મંડિત, પરદા રાગમન અને માંસાહારના નિષેધ૨૫ સદુપદેશથી રંજિત, વિશેષતઃ લોકપ્રિય બનેલા અને મુક્તિમહિલાને વરેલા સીતાપતિ રામચન્દ્રના તથા પ્રસંગોપાત્ત ચૌદ કલકરાદિના જીવન વૃતાન્તોને મહાકાવ્યરૂપે રજૂ કરનારા તેમ જ રામાયણના
ન માટે અને પ્રાચીન સમયની પાઈય-પ્રાકૃત ભાષાના અભ્યાસ માટે ઉપયોગી એવા ૧૦૫૫૦ પ્રમાણુ પઉમચરિયના લગભગ એટલા દળદાર અને હેમહીરરૂપ ગૂજરાનુવાદની સંક્ષિપ્ત ઉપકમણિકાની આ ઉપસંહારાત્મક પૂર્ણાહુતિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org