________________
નવ વાસુદેવોને જ ગણનારના મતે ૫૪ મહાપુરુષમાં જે નવ બલરામ ગણાવાય છે તેમાંના આઠમા છે. એમના ભાઈ લમણુ તે આઠમાં વાસુદેવ છે. રામ એ જ ભવમાં મેક્ષે ગયા છે. જ્યારે વાસુદેવ કૃષ્ણ અત્યારે તે ત્રીજી નરકમાં છે અને ત્યાંથી નીકળી એ અમમ નામના જૈન તીર્થંકર થનાર છે-એમ જૈન ગ્રન્થોમાં ઉલ્લેખ છે. ચપન્નચરિયામાં રામ અને લક્ષ્મણનાં ચરિત્રોના અંતમાં પૃ. ૨૩૩ પૂર્વાચાર્યોએ રચેલાં પઉમચરિયાદિ જેવાની ભલામણ કરાઈ છે. તેમાં પ્રસ્તુત કૃતિ સમજવાની હોય તે ના નહિ.
ઉલેખ-વળી કુવલયમાલામાં અન્ય અન્ય કવિઓનો ઉલ્લેખ કરતી વેળા વિમલસૂરિ અને પીમચરિયને નિર્દેશ છે. દેવગુપ્તસૂરિએ નવપયપયરણની પ વૃતિ પત્ર ૨૪. આમાં જે પઉમચરિયને ઉલ્લેખ કર્યો છે, તે પ્રસ્તુત કૃતિ હશે. પ્રમેયરત્નમંજૂષા પત્ર ૧૩૩ આમાં ચૌદ કુલકરની નેધ કરતી વેળા જે પદ્મચરિતને નિર્દેશ છે, તે પણ આ જ કૃતિ હશે.
અનુવાદ-આ પુરતકગત ગૂજરાનુવાદ વાંચ-વિચાર સુગમ અને રોચક થઈ પડે તેમ છે. કેમકે લગભગ બધા જ વિભાગ, સમુરેશે, ઉદ્દેશો અને પર્વો નવા નવા પૃથી શરૂ કરાયા છે. વિષયો રજૂ કરવા પૂર્વક એને શીર્ષક દ્વારા નિર્દેશ કરાયો છે. વળી બીબાં-ટાઈપની એગ્ય પસંદગી કરાઈ છે અને છપાઈની સફાઈ પણ સારી છે. મૂળ સાથે મેળવવાનું કાર્ય સહસંપાદકે કરેલું હોવાથી તે માટે મારે કહેવાનું રહેતું નથી. પરંતુ અનુવાદકશ્રીનો આ દિશામાં પ્રથમ જ પ્રયાસ નથી. એટલે એ સ્તુત્ય હશે. એમ લાગે છે કે અનુવાદકશ્રીએ ભાષાની ઐઢતા ઈત્યાદિ તરફ વિશેષ લક્ષ્ય ન આપતાં ગુજરાતીને સામાન્ય બોધ ધરાવનાર જનો પણ આ અનુવાદને સહેલાઇથી લાભ લઈ શકે તેવી નીતિ પ્રહણ કરી છે.
જકg7Hદાપુaar' ચેપન્ન મહાપુરુષનાં ચરિતના ગૂજરાનુવાદની જેમ અહીં પણ અનુવાદને અંતે અનુવાદકશ્રીએ પ્રશસ્તિરૂપે પિતાને પરિચય આપે છે. આથી એમને ઉદ્દેશીને અત્ર એટલું જ કહીશ કે એઓ સંસારપક્ષે સૌરાષ્ટ્રી, અંશતઃ મારા નામ રાશી, વ્યાવહારિક વિદ્યાસંપાદનાથ સરત-નિવાસી, વ્યવસાયાથે મુંબઈવાસી અને અહીંના “ગોડીજી જૈન દેરાસર'માં નિત્ય પૂજા કરવામાં સહચારી તેમ જ સંયમક્ષેત્રે પિતાના અનુગામી તથા લઘુબંધુ અને બે બહેનના પુરોગામી છે. એમનો જન્મ વિ. સં. ૧૮૬૧ ચિત્ર શુકલ અષ્ટમીએ જાણવામાં આવ્યો છે. એમનાં સંપાદન અને અનુવાદે આ પુસ્તકના આવરણ ઉપરથી જોઈ-જાણી શકાશે.
શ્રમને સંપર્ક સને ૧૯૧૮માં ગણિત સાથે એમ. એ.ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયે બાદ ગણિતાધ્યાપક તરીકે કાર્ય કરવાને મને વેગ મળતાં હું જૈન શ્રમણના વિશેષ પરિચયમાં આવ્યો અને એમાં ઉત્તરોતર વૃદ્ધિ થતી રહી છે-તેને હું મારું સદ્ભાગ્ય સમજું છું. આ આનન્દજનક અને નેંધપાત્ર પરિચય સૌથી પ્રથમ “શાસ્ત્રવિશારદ' જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિજી અને વિશેષતઃ એમના વિયો સાથે અત્ર મુંબઈમાં થયો હતો. કાલાન્તરે તીર્થોદ્ધારક શ્રીવિજયનેમિસુરિજીને અને એમના સૂરિપદધારક ઘણાખરા બહુશ્રુત શિષ્યોના સંપર્કને મને સૂરતમાં–મારી જન્મભૂમિમાં એક બાજુ
૧ દરેક વાસુદેવો-અર્ધચક્રવર્તીઓ નરકગામી થાય છે. એઓ રાજપાટ છોડી દીક્ષા લેતા નથી રાજેશ્વરી તે નરકેશ્વરી' એવી લક્તિ ચરિતાર્થ થતી જણાય છે.
૨ એઓ ત્રીજું પાતાલ શોધવા ગયા છે એમ કેટલાક વૈદિક હિન્દુઓ કહે છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org