________________
' [૨૨]
રાવણ વિવિધ રૂપ ધારણ કરી શકતો હત–પૃ. ૫. રાવણે ૫૫ મહાવિદ્યાઓ પ્રાપ્ત કરી હતી એનાં નામો પઉમરિય પૃ. ૬૧માં અપાયાં છે. રાવણને અનેક પત્નીઓ હતી, જેમ કે મંદોદરી, છ હજાર વિદ્યાધરકન્યાઓ પૃ. ૬૫-૬૬, શ્રીપ્રભા પૃ. ૮૧ અને રત્નાવલી. ગષભદેવાદિ ૨૪ તીર્થકરના પૂર્વભવના ગુરુઓનાં નામે પૃ. ૧૪૦-૧૪૧માં અપાયાં છે.
વાનગીઓ-વિમલસરિએ ૫ઉમરિયમાં વિવિધ આનન્દજનક વાનગીઓ પ્રસંગોપાત્ત પીરસી, છે. કેટલાંક મનોરમ વણને આલેખ્યાં છે. જાતજાતના યુદ્ધોનો નિર્દેશ કર્યો છે. સમયાનુસાર ધર્મોપદેશ અને તત્વજ્ઞાન તેમ જ કામની દશ દશાઓ (પૃ. ૧૧૯) જેવી બાબતે પણ રજુ કરી છે. આ સંક્ષિપ્ત ઉપક્રમણિકામાં તે ટૂંકમાં જ નિદેશ થઈ શકે.
વોની ઉત્પત્તિ-વિમલસૂરિએ કુલકર, ઈવાકુ, રાક્ષસ, વાનર, વિદ્યાધર અને હરિ એમ વિવિધ વંશની ઉત્પત્તિ દર્શાવી છે.
વર્ણન-નિમ્નલિખિત વિષયે અંગેનાં છે?-અષ્ટાપદ-કૈલાસ, મગધ, રાજગૃહ પૃ. ૭, એણિક ૮, સમવસરણ ૧૦, મેરુ ૧૯, વિદ્યાધરલેક ૨૨, લંકા ૩૪, યુદ્ધ ૪૯, લોકપાલની ઉત્પત્તિ ૫૬, લવણસમુદ્ર ૭૬, વર્ષાકાલ ૯૬, સાકેતપુરી ૩૫ર, જલક્રીડા, અગ્નિપરીક્ષા માટે અગ્નિ ૪૨૨.
યુદ્ધો-પ્રસ્તુત અન્ય એક મુખ્ય વિષય વાસુદેવ લક્ષમણ અને પ્રતિવાસુદેવ રણની વચ્ચેનું ઘેર યુદ્ધ છે. અન્ય યુદ્ધો જેમની જેમની વચ્ચે ખેલાયાં, તેમના નામ નીચે મુજબ છે –
ભારત-બાહુબલિ પૃ. ૨૫, રાવણ સુરસુન્દર, રાવણ-વૈશ્રમણ ૬૭, ઇન્દ્ર-માલી ૬૭, રાવણ-યમ, રાવણ-વાલી ૮૦, રાવણ-સહસ્ત્રકિરણ ૮૮, રાવણનલકુબર ૧૦૦, શ્રીમાલી-જયન્ત ૧૦૨, રાવણ-વરુણ ૧૩૭, દશરથ-હેમપ્રભ ૧૬૪, લમણુ અને રામ–અંતરંગ ઑછાધિપતિ ૧૭૪, લક્ષ્મણ-રાવણ ૩૨૭, લવ અને કુશ-રામ અને લક્ષ્મણ પૃ. ૪૦૯.
વિશેષતાઓ–પઉમરિયમાં કેટલીક વિશેષતાઓ જોવાય છે. લેગસની જેમ અહીં નવમાં તીર્થકરનાં બે નામ અપાયાં છે. સુવિહિ અને પુષ્પદંત ઉ. ૩, પદ્ય ૪૮-૫૬માં ચૌદ કુલકરોને, નહિ કે સાત, દશ કે પંદરને અધિકાર છે. આ અજૈનની ચૌદ મનુઓની રમૃતિ કરાવે છે.
ઉ. ૨૮ના ૪૮ પદ્યમાં અર્જુન દેવોનાં નિમ્નલિખિત નામપૂર્વક જિનેશ્વરની સ્તુતિ કરાઈ છેઃ ચતુર્મુખ, જિન, ત્રિલોચન, પિતામહ, વિષ્ણુ અને સ્વયંભૂ, અનેકાન્તવાદના રંગે રંગાયેલા જૈન ગ્રન્થકારોની ઉદારતાનું, સમન્વય સાધવાના એમના ઉપયુંકત પ્રકારના વનનું ઘોતન કરે છે. માનતુંગસૂરિએ રચેલા ભક્તામર સ્તોત્રનું ૨૫મું કાવ્ય તેમ જ ‘સહસ્ત્રાવધાની’ મુનિસુન્દરસૂરિકૃત ગુર્નાવલીનું ૨૪૭મું પદ્ય આ જાતનાં ઉદાહરણ પૂરાં પાડે છે.
સિદ્ધસેનદિવાકરે રચેલી મનાતી અને ૩૩ પોમાં ગુંથાયેલી મહાવીરાત્રિ શિકામાં અજૈન દેવોનાં નામથી મહાવીર સ્વામીની સ્તુતિ કરાઈ છે, આ નામ નીચે મુજબ છે
અચુત, અનન્ત, અષ્ટમૂર્તિ, જ્યનાથ, જિણ, બુદ્ધ, મહેશ, મુકુન્દ, વિષ્ણુ, શ્રી પતિ અને ઋષિકેશ. અને કૃતિઓ પૈકી હનુમન્નાટકનું પ્રારંભિક પદ્ય આ જાતનું આંશિક ઉદાહરણ છે. ૧ આ વાકુવંશમાં આદિત્યયશાથી માંડીને રામચંદ્ર સુધીમાં ત્રેસઠ પુરુષ થઈ ગયા છે. ૨ આ પદ માટે જુએ “ભક્તામર-કલ્યાણમંદિર-નમિઉણતત્રત્રયમ્'ની મારી સંરકૃતભૂમિકા પૃ. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org