________________
[૨૦] આ સાત અધિકારમાં નિશાયેલા ૧૫૮ અવાનર વિષયને નિર્દેશ પણ ગ્રન્યકારે જાતે કર્યો છે. એ સંક્ષિપ્ત વિષયસૂચીની ગરજ સારે છે.
| મુખ્ય પ્રસંગે–સીતાપતિ રામના જીવનમાંના કેટલાક મુખ્ય પ્રસંગે પ્રસ્તુત પઉમરિયમાં રજૂ કરાયા છે. તેમ કરતી વેળા અજૈનનાં રામાયણમાં કેટલીક વિગતો સમુચિત નહિ હોવાને ઉલ્લેખ છે.
૧ ૨ઉમરિય પ્રમાણે અને અન્ય જૈનગ્રંથકારોના કથન મુજબ રાવણને વધ વાસુદેવ લક્ષમણના હાથે થયો છે, નહિ કે બલરામ એવા રામથી. ૨ “વાનર' એ વિદ્યાધરની એક જાત છે અને એ નામ એમના વજ ઉપર ચિહનને આભારી
છે, નહિ કે વાનર એટલે વાંદરો. કુંભકર્ણની ઘોર નિદ્રા અને એના અનુચિત આહારની વાત ગલત છે. પૃ. ૬૬-૭૭. અહિં જે અજનની જે રીતે ઝાટકણું કરાઈ છે તે વિચારતાં એમ લાગે છે કે વિમલસરિએ અજૈનેએ રચેલાં વિવિધ રામાયણે જોયાં કે સાંભળ્યાં છે. સુવર્ણમૃગની વાત કલ્પિત છે એવું કંઈ બન્યું જ નથી એમ એમનું માનવું છે, તેમ છતાં ચઉપન્ન મહાપુરિસચરિયમાં એને ઉલ્લેખ છે. શીલની પરીક્ષા-રાવણ સતી સીતાનું હરણ કરી ગયો ત્યાર બાદ એને હરાવી મારીને સીતાને રામે પાછી મેળવી. ત્યારબાદ એના સરચારિત્રને-શીલની પરીક્ષા કરવાને રામ વિચાર કરે છે. આવી પરીક્ષા દિવ્ય દેખાડવા દ્વારા પાંચ પ્રકારે થાય છે. “ત્રાજવામાં ચડવું, અગ્નિપ્રવેશ કરે, ફાળ મારીને કુ ઉલંઘન કરો, ઉગ્ર ઝેર ભક્ષણ કરવું અથવા બીજી ઈ કહે તે.' એમાંથી અગ્નિપરીક્ષા પસંદ કરાય છે અને સીતા એમાંથી સફળતા પૂર્વક પસાર થાય છે. અગ્નિપરીક્ષામાં ઉત્તીગ થએલી સનારીને એ સગર્ભા હોવા છતાં લોકાપવાદ સાંભળીને વનમાં લક્ષમણ દ્વારા મોકલે છે–એવી પ્રચલિત વાતને બદલે વિમલસૂરિએ તે લક્ષ્મણે વનવાસને વિરોધ કર્યો છે અને કૃતાંતવદન નામના સેનાપતિ સીતાને વનમાં મૂકી આવે છે-એમ કહ્યું છે. ગમે તેમ પણ રામે સગર્ભા સીતાને વનમાં મોકલી દીધી એ વાત આજે કેટલાકને–મને પણ અનુચિત લાગે છે અને કે કેઈએ રામના આ કૃત્યની કડક આલોચના કરી છે.
આવા વિસંવાદી ઉલેખેની સંપૂર્ણ સુચી તે વાલ્મીકિકૃત રામાયણ અને પઉમરિયને વિશિષ્ટ પ્રકારને સર્વાગીણ તુલનાત્મક અભ્યાસ માગી લે છે.
શિવભક્ત ગણુતા કવિવર કાલિદાસે રઘુવંશમાં રામનું જે ચરિત્ર આપ્યું છે, તે વાલ્મીકિકૃત રામાયણથી કેટલીક બાબતોમાં જુદું પડે છે. રામચન્દ્રના જીવન અંગે પિરસાયેલી વિવિધ સામગ્રીઓ પૈકી કેટલીક વિષેના મતભેદ રેવરંડ ફાધર કામિલ બુએ હિન્દીમાં રચેલા પુસ્તક નામે માથા (સાત્તિ ગૌર વિકાસ) માં નાંખ્યા છે.
૧ આ રામાયણના પાશ્ચાત્ય દેશની ભાષાઓમાં પણ અનુવાદ થયા છે. જુઓ “પ્રાકૃતભાષાઓ અને સાહિત્ય' નામનું પુસ્તક પૃ. ૮૫, ટિ. ૫. ૨ જુઓ રઘુવંશના “શ્રી નાગરદાસ પંડ્યા કt ભાષાન્તરનો આમુખ પૃ. ૫. ૩ આ “ હિન્દી પરિષદ વિશ્વવિદ્યાલય' તરફથી ઇ. સ. ૧૯૫૦માં પ્રસિદ્ધ કરાયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org