________________
[૧૮] પિને લાગુ પડતી રામકથાની રૂપરેખા, ૫ જૈન સાહિત્યમાં રામકથાની ઉત્પત્તિ, ૬ જેત સાહિત્યમાં રામકથાને વિકાસ.
પઉમરિય એક અધ્યયન' નામક દ્વિતીય વિભાગમાં નીચેની પાંચ બાબતેને સ્થાન આપ્યું છે૭ વિમલસૂરિને સમય Consideration ૮-૧૦ વિમલસૂરિને-જીવન વૃતાત, તેમના ગ્રન્થ, તેમને સંપ્રદાય, ૧૧ વિમલસૂરિ કવિ તરીકે, ૧૨ પઉમરિયનું સ્વરૂપ, ૧૩ ‘પઉમચરિય' સંજ્ઞા (table) ૧૪ પઉમરિયન વિસ્તાર, ૧૫ પઉમરિય રચવાનો વિમલસૂરિને ઉદ્દેશ, ૧૬ રાક્ષસો અને વાનરો વિષે વિમલસૂરિની આલોચના, ૧૭ પઉમચરિયગત પાત્ર-નિરૂપણ. ૧૮-૧૯ તેની ભાષા અને છંદે, ૨૦ પઉમચરિયગત સામાજિક અને સાંસ્કૃતિક અવકને (Glimpses).
પઉમચરિયના બીજા વિભાગના અંતમાં એકંદર નીચે મુજબ આઠ પરિશિષ્ટો છે. તેમાંનું અંતિમ હિન્દી અનુવાદના શુદ્ધિપત્રક રૂપે છે. (૧) વ્યકિત વિશેષનામ પૃ. ૧ થી ૩૮. (૨) પ્રથમ પરિશિષ્ટના વગવિશેષ ૨૯-૪૭. (૩) વર્ગીકૃત ભૌગોલિક વિશેષનામ-૪૮-૫૫. (૪) સાંસ્કૃતિક સામગ્રી૫૬-૬૦. (૫) વંશાવલી વિશેષ-૧-૬૩, (૬) દેશ્ય અને અનુકરણાત્મક શબ્દ-૬૪-૬૫. પરિશિષ્ટ ૧થી ૬ નાં વૃદ્ધિપત્રક-૬૬. (૭) પાઠાન્તરાણિ-૬૭–૧૩૨.
અનુવાદો-કરતુત ગ્રન્થના કેટલાક અંશેને અંગ્રેજીમાં અનુવાદ થયેલું છે. થોડા વખત ઉપર સમગ્ર ગ્રન્થને હિન્દી અનુવાદ થયો છે અને એ છપાએલે છે. તેમ છતાં શ્રીહેમસાગરસૂરિજીએ. ગુજરાતીમાં અનુવાદ કેમ કર્યો–એમ કોઈ પ્રશ્ન કરે તે સૌ કોઈને એક જ વસ્તુ સચે એમ તો કેમ કહેવાય? આ દેશની મુખ્ય અને વિશેષ વ્યાપક એવી હિન્દી ભાષાથી અપરિચિત જનોને આ ગુજ રાતી અનુવાદ કાર્યસાધક નીવડશે-એ પણ એક પ્રકારે લાભ જ છે. એ પણ રામચન્દ્રના ગુણગાનની વિવિધ સામગ્રીમાં ઉમેરો કરે છે.
લેખો–રાધવપતિ શિરોમણિ રામચન્દ્રને અંગે ગુજરાતી જેવી પ્રાદેશિક ભાષામાં તેમ જ આંતદેશીય ગણાતી અંગ્રેજીમાં પણ કેટલાક લેખો લખાયા છે:
1 Ramayana and the Jain writers, 2 Ramayana of Bhdresvar as found in his Kahavali, 8 The Jain Ramayanas આ લેખ મેં લખ્યા છે.
પઉમરિયને રચના સમય, મૂળ અને પ્રભાવને અંગે ચાર અંગ્રેજી લે સને ૧૯૬૪ થી ૧૯૬૭ ના ગાળામાં “Journal of the oriental Institute'ના અંકમાં છપાયા છે. Vol. XIII, No. 4. Vol XIV. No. 2, Vol. 15 No, 3-4 અને Vol. 16. No.-4,
- હસ્તલિખિત પ્રતિ –મુંબઈ સરકારની માલિકીની ૫૬મચરિયની એક હસ્તલિખિત પ્રતિનો પરિચય મેં D C G C M વેલ્યુમ ૧૯, sec 2, ph. 2, ph. 48-49 માં આપ્યો છે. અન્ય પ્રતિઓની નોંધ જિનરત્નકોષ વિ. ૧, પૃ. ૨૩૩ માં છે પાઠાન્તરો તૈયાર કરવા માટે શ્રી કે. આર. ચન્ને એક તાડપત્રીય અને બે કાગળની પ્રતિઓને ઉપયોગ કર્યો છે.
પ્રણેતાને પરિચય પ્રસ્તુત પઉમચરિયના પ્રણેતાનું નામ “વિમલ' છે. એમણે આ શબ્દાંક દરેક ઉદ્દેશ, સમુદેશ અને પશ્વના અંતમાં જેલે છે. એ સૂરિએ પિતાને પરિચય નીચે મુજબ આપે છે.
૧ મેં ગુજરાતીમાં નિમ્નલિખિત બે લેખો લખ્યા છે -૧ સતી સીતાને ત્યાગ, અખંડ આનંદ, વ. ૬, અં. ૯ તે લેખનું શીર્ષક ઠચર્થક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org