________________ કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાનપ્રકાશ. 98 જે જે કારણું બંધનાં, તેહ બંધને પંથ; તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવ અંત. 99 રાગ, દ્વેષ, અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષને પથ. 100 આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત, જેથી કેવળ પામિયે, મોક્ષપંથ તે રીત. 101 કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ. 102 કર્મ મેહનીય ભેદ બે, દશન ચારિત્ર નામ; હણે બે વીતરાગતા, અચૂક ઉપાય આમ. 103 કર્મબંધ ધાદિથી, હણે કામાદિક તેહ, પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શું સંદેહ ? 104 છોડી મત દર્શન તણે, આગ્રહ તેમ વિકલ્પ કહ્ય માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ. 105 પપદનાં પ્રશ્ન તે, પૂક્યાં કરી વિચાર; તે પદની સર્વાગતા, મોક્ષમાર્ગ નિરધાર. 106 જાતિ, વેષને ભેદ નહિ, કહ્યો માર્ગ જે હોય; સાધે તે મુકિત લહે, એમાં ભેદ ન કેય. 107 કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષઅભિલાષ; ભવે ખેદ અંતર દયા, તે કહીએ જિજ્ઞાસ. 108 , તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્દગુરુબેધ તે પામે સમક્તિને, તે અતરોધ. 109