________________ .....થોં દાટ વિમુખ....! વાતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની, અનંતદર્શની, પ્રભુ વર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષ-માર્ગની આરાધના સમ્યગદર્શન, સમગજ્ઞાન અને સમગ-ચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના એ જ જીવ કરી શકે છે કે જેના અંતઃ કરણમાં સંસાર પ્રત્યે વિમુખતા આવી છે. જ્યાં સુધી સંસાર સન્મુખ હોય ત્યાં સુધી, સંસારની પ્રીતિ અંતરમાંથી સરતી નથી. સંસારની પ્રીતિ જીવને એટલી છે કે ક્યારેય તે સંસાર ભાવથી મુક્ત થયે નથી. સંસારની પ્રીતિના કારણે એણે જે કંઈ કર્યું તે સંસારની વૃદ્ધિ થાય એવું જ કર્યું. જ્યાં-જ્યાં, જે-જે નિમાં એ ગમે ત્યાં મળેલી ઈન્દ્રિયાદિની શક્તિઓને ઉપયોગ માત્ર જન્મ-મરણની પરંપરાનાં નિમિત્ત રૂપ જ થયે. પૂર્વે શું અને કેમ વર્યો તે યાદ નથી. પણ આ જન્મને વિચાર કરીએ કે જન્મથી આજ સુધીની પ્રવૃત્તિ શું અને કેવી કરી? વિચારો ! બંધુઓ ! બાળક જન્મ, કશી જ ખબર નથી. આંખ ખેલવાનું પણ ભાન નથી. છતાં ઈન્દ્રિયોને ઉપયોગ શરૂ થઈ જાય. જોયું છે ને તમે ? જન્મેલા બાળકને ગળથુથી પાવામાં આવે, રૂના પુમડાથી એક-એક ટીપું મુખમાં આપે, અને બાળક જીભથી સ્વાદ લેવા માંડે. અંદર પડેલા આહાર સંજ્ઞાના સંસ્કારો જાગૃત થઈ ઉઠે અને જીભથી સ્વાદ લેવાય એ પ્રગટ રૂપે ન જાણતા હોવા છતાં, રસને ગ્રહણ તે કરી જ લે. એ જ રીતે અન્ય ઇન્દ્રિયોને ઉપયોગ પણ શરૂ થાય. થડે સમય જાય અને તે આંખથી ઓળખવા માંડે, કઈ પદાર્થ તેની સામે ધરો કે જેઈને આકર્ષાય. કાનથી સાંભળવા માંડે. અવાજ કરે કે એનું