________________ એ મતાથી દુર્ભાગ્ય 293 સમજાય તે અંદરથી પશ્ચાતાપ જાગ્યા વિના રહે નહીં. તેથી જ આવા એક આત્મ–ગવેષી આચાર્યે ગાયું છે ઠગવા વિભુ આ વિશ્વને વૈરાગ્યના રંગે ધર્યા, ને ધર્મના ઉપદેશ રંજન, લેકને કરવા કર્યા વિદ્યા ભયે હું વાદ માટે, કેટલી કથની કહું, સાધુ થઈને બહારથી, દાંભિક અંદરથી રહું. આત્મવંચક જીવ જ્યારે પિતાના સાચા સ્વરૂપને સમજવાની વૃત્તિવાળો થાય ત્યારે વર્તમાનમાં જે રીતે જીવી રહ્યો છે, લેકેને ઠગી રહ્યો છે, તે પિતાનાથી જ સહન ન થાય. તેથી એ આત્મા અને પરમાત્મા અન્નેની સમક્ષ એકરાર કરતો થઈ જાય. તેને ખેદ ઉત્પન્ન થાય અને અંતે કમેકમે એ માગે વળે. આવા જીવો પર ઉપકાર કરવાની દૃષ્ટિએ જ શ્રીમદ્જીએ અહીં મતાથીનાં લક્ષણે કહ્યાં. એ લક્ષણો બતાવ્યા પછી, મતાથી મટી જે આત્માથી થયો છે, જેને આત્મલક્ષ જાગૃત થયું છે, તેવા આત્માથી જીવ કયા-કયા સુલક્ષણેથી સહિત હોય તે પણ બતાવે છે, અને જે સગુણે આત્માને વિકાસ સાધી, અનંત સુખની પ્રાપ્તિમાં અનન્ય સાધનભૂત છે અને જે જીવનું પરમ સૌભાગ્ય છે, તે પણ બતાવશે. તે હવે આત્માથી જીવ કેવી ચગ્યતા ધરાવતો હોય, તેની શ્રદ્ધા, માન્યતા કયા કયા પ્રબળ ભાવે પડી હોય તે અવસરે.