________________ જયાં પ્રગટે સુચારણી ! વીતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની, અનંતદર્શની, પ્રભુ વીર, જગતના ભવ્ય જીવ સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષનો માર્ગ બતાવી ગયા છે. મેક્ષ–માર્ગની આરાધના સમ્યગુદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગૂ ચારિત્રથી થાય છે. આ ત્રિ–રત્નની આરાધના સુ-વિચારણું પ્રગટ થયા પછી જ થાય છે. સુ-વિચારણું એટલે આત્મા વિષેનું ચિંતન. પિતે પિતાને ચિંતવત થાય, પછી જ રત્નત્રય એ જ મારું સ્વરૂપ છે, તે સમજાય. એવી સમજણ જીવમાં મુમુક્ષુતા પ્રગટાવે. પછી જ આરાધના માટે જીવ ઉદ્યત થાય. જ્યાં સુધી પરભાવની પ્રીતિ છે અને તેનું જ ચિંતન છે ત્યાં સુધી પદાર્થોને મેળવવા, જાળવવા અને જોગવવામાં જ જીવ રાચતે હોય છે. તેમાંથી બહાર નીકળવાનું તેને સુઝતું નથી. સદ્ગુરુના યોગે પણ અવળે ચાલે તેથી સ્વભાવ ને જાણી શકે નહીં. અહીં આત્મસિદ્ધિ શાસ્ત્રમાં એ જ બતાવ્યું કે સુપાત્ર જીવને સદ્દગુરુનો વેગ મળે, તે એ અણમલ તક તેના જીવનમાં નંદનવન ખીલવવાના સુભગ નિમિત્ત રૂપ બને. આત્માથી માત્ર આત્માના અથે જ આવા સુગને શોધતો હેય. એ મળે એટલે આત્મામાં પડેલા બીજને પાંગરવામાં સમય ન લાગે. આપણા ઈતિહાસમાં એવા ઘણા માર્ગાનુસારી સંત થયા કે જેમને જીવનમાં એક વાર સત્સંગ મળે અને આખા યે જીવનનું પરિવર્તન થઈ ગયું. લટું તે તપેલું જ હોય પણ તેના પર ગુરુ કૃપાને-હથોડે પડે કે ઘાટ ઘડાઈ જાય. પછી એ જ ગુરુદેવના નિયમિત સત્સંગમાં ગુરુદેવ દ્વારા અપાયેલા કડવા પણ આરોગ્યકારી ઔષધના ધીમા સેવનથી ધીરે ધીરે તેની પાચનશક્તિ વધતાં, ઉપદેશને પચાવતે જાય. એના પરિણામે તેનામાં સુ-વિચારણું રૂપ આરોગ્ય પ્રગટ થાય છે. 22