________________ ગુરુ શિષ્ય સંવાદથી 347 ધ્યાન-સાધનામાં રત થઈ ગયા છે. આસપાસની ખબર નથી. સર્વને વિસરી જઈ સ્વમાં ઓગળી રહ્યા છે. સ્વનું ગૂલે ઝૂલતા મુનિની દશા ક્યારેક અપ્રમત્ત ભાવમાં રમી રહી છે તે ક્ષણેક અલિત થઈ પ્રમત્ત ભામાં જાય છે. આમ આત્મ-સાધનાની જાત જીગરમાં જલી રહી છે. વેરાન વન, નિજન પ્રદેશ, ભયાનક પશુઓના ચિત્કારો વચ્ચે પણ સૌમ્યમૂતિ મુનિ નિજ ભાનમાં છે. એકાકી વિચરતે વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંગ જે; અડેલ આસન, ને મનમાં નહી ભતા, પરમ મિત્રને જાણે પામ્યા એગ જો અપૂર્વ આવા આરાધક મુનિ સ્વમાં રમી રહ્યા છે. અને આ મુનિની જ બે સાધ્વી બહેને આચાર્યશ્રીના દર્શને આવી રહ્યાં છે. આચાર્યશ્રીનાં ચરણેમાં વિનયપૂર્વક વંદના કરી, સુખ-શાંતિની પૃચ્છા કરી, અન્ય મુનિવરનાં દર્શનેથી પણ કૃતાર્થ થઈ મુનિ સ્થૂલિભદ્રજી ક્યાંય દેખાતા નથી. ગુરુદેવ પાસે જઈ વિનમ્રતાથી પૂછ્યું અને ગુરુદેવે આજ્ઞા આપી જાવ, મુનિ સ્થલિભદ્ર થોડે દૂરના પહાડની ગુફામાં ધ્યાનમાં રત છે. દર્શન કરે. બન્ને સાધ્વી બહેને, હર્ષભર્યા હૈયે, લાંબા સમયની ચિરઆકાંક્ષાને પૂર્ણ કરવા પર્વત તરફની કેડી પર પગ ધરે છે. ત્યાં તો મુનિનું ધ્યાન પૂર્ણ થયું. આત્મામાં સ્થિર થયેલી પરિણામ ધારા, બાહ્ય જગતને સ્પર્શ કરવા માંડી અને મુનિને જ્ઞાનના બળે દેખાયું કે સંસારી જીવનની બે સહેદરાએ દર્શને આવી રહી છે. અંદર કઈ ખૂણામાં પડેલે મમત્વને એક કણ સ્પંદિત થઈ ઉઠ્યો અને મુનિ ભૂલ્યા. ઊંચાઈએ પહોંચેલા મુનિની દષ્ટિ નીચે ગઈ. પોતે કંઈક લબ્ધિઓ પ્રાપ્ત કરી શક્યા છે એ અહં પણ અંતરના ઉંડાણમાંથી સળવળવા માંડે. અને છત્મસ્થ દશાએ ભાવ ભજ. સાધ્વીજીએ પર્વત પ્રદેશમાં પહોંચે છે. ગુરુદેવે સંકેત કરેલ દિશાની ગુફાને શોધી કાઢી પણ એ ગુફામાં સાધના ત સાધુને બદલે, ડલમથ્થો.