________________ 350 હું આત્મા છું બીજી વાત લિભદ્ર મુનિ જરાક ચૂક્યા તે પ્રગતિ રૂંધાણું તેમ આપણે તે ચૂકેલા જ છીએ અને વધુ ચૂકશું તે આપણું શું થશે? તે કલ્પના કરવી જ કઠિન છે. ઘણું આગળ વધેલો ચૂકે તે, આપણા માટે ચૂકવાનાં સ્થાન વધુ છે માટે આપણે જાગૃતિ વધુ જોઈએ, સ્થૂલિભદ્રજીની સત્પાત્રતા જોઈ પાત્રતા કેળવતાં શીખીએ અને ત્રુટિ જોઈ તેનાથી બચતાં શીખીએ. બંધુઓ! આત્મસિદ્ધિ શાસ્ત્રમાં મુખ્ય રૂપે જે વર્ણન કરવું છે તે છ પદનું. જે હવે પછી થશે. પણ એ પદોને સમજવા ગ્ય સહ બને માટે શ્રીમદ્જીએ 42 ગાથાઓમાં તેની ભૂમિકા બાંધી, ભૂમિકાનું સાફ હવું અત્યંત આવશ્યક છે. સાફ ભૂમિકા પર જ સ્પષ્ટ રેખાઓ અંક્તિ થઈ શકે. આપણે આત્મા પર આરાધનાની એક-એક રેખાઓ દ્વારા પૂર્ણ પુરુષનું ચિત્ર તૈયાર કરવું છે માટે જ આપણે પહેલાં ભૂમિકા સાફ અને સ્વચ્છ બનાવી લઈએ.