________________ ગુરુ શિષ્ય સંવાદથી 349 તપીને સર્વાગ સંપૂર્ણ બહાર નીકળ્યા પછી જેમ-તેમ અથડાવીએ તે તડ પડ્યા વિના ન રહે. એની જાળવણી કેટલી કરવી જરૂરી? બસ, એવું જ છે આ આત્માનું, આત્માર્થ માટેની પાત્રતા તૈયાર થયા પછી કે પહેલાં કયારે ય અસાવધાની ન પરવડે! | મુનિ સ્થૂલિભદ્ર સહેજ જ અહમ સાથે ટકરાયા. અને દશ પૂર્વ પછીના પૂર્વજ્ઞાનને લુપ્ત થઈ જવું પડ્યું. એક નાનકડા માનસિક આવેશે ઈતિહાસમાં પરાવર્તન કરી નાખ્યું ! બંધુઓ ! લબ્ધિધારી મુનિઓને લબ્ધિ ફેરવવાની આજ્ઞા પ્રભુ ત્યારે જ આપે છે કે જ્યારે ધર્મની રક્ષાની જરૂર પડે એવા વિષમ સંગમાં જ મુનિ પિતાની લબ્ધિ દ્વારા શાસન પર આવી પડેલી વિપત્તિને દૂર કરે, અન્યથા નહીં ! સ્થૂલિભદ્રના જીવનમાં પડેલી પાત્રતાએ તેઓને ખૂબ આપ્યું, તેઓ ખૂબ મેળવી શક્યા અને સંચિત કર્મના ઉદયે પાત્રતામાં ખામી આવી ને પૂર્ણવિરામ મૂકાઈ ગયું. આ બન્ને સમયને લક્ષ્યમાં રાખી વિચારીએ, કે શિષ્યની અદ્વિતિય યેગ્યતા ગુરુના હૃદયના બંધ ખેલી દે છે અને જ્ઞાનને રાશિ શિષ્યના હૃદયમાં પ્રવેશી જાય છે. દિવે-દિ પ્રગટી જાય છે. કડીથી કડી જોડાઈ જાય છે. અને આમ જ આપણું આગમ જ્ઞાન આપણા સુધી પહોંચ્યું છે. શ્રીમદ્જી પણ એટલા માટે જ ગુરુ-શિષ્યના સંવાદથી એમને જે કહેવું છે તે કહેવા માગે છે જેના કારણે આપણી પાસે આવું અનુપમ શાસ આજે છે. જેમ ગણધર ગૌતમની તત્ત્વ જિજ્ઞાસા પ્રભુ મહાવીરની સર્વ પરિષદાની તત્ત્વ રૂચિનું પિષણ કરતી હતી અને પરિણામે આપણે આગમ રૂ૫ વારસો પામી શક્યા. તેમ શ્રીમદ્જી તેમના સુપાત્ર ભક્તશિષ્ય શ્રી સૌભાગ્યભાઈની તત્વ જિજ્ઞાસાના કારણે આપણને આ શાસ્ત્ર આપી ગયા. જેમાં હવે પછી છ પદોનું વર્ણન ચાલશે.