________________ 346 હું આત્મા છું ભગવ્યા છે, કૂળની મર્યાદા પણ જે ચૂકી ગયા હતા તેવા સ્થૂલિભદ્ર એક ક્ષણમાં સાપની કાંચળીની જેમ સર્વ સંસાર ભાવ ઉતારી દીધા. અપૂર્વ અંતર ઉદાસીનતાથી ચારિત્રની પરિણામ ધારામાં ઝૂલી રહ્યા છે. આવા મહાભાગી શિષ્યને પામી સરભૂતિવિજયજીનું હૃદય પરિતુષ્ટતા પામ્યું છે. અને તેમના આત્માને જ્ઞાન પ્રવાહ અખલિત ધારાએ સ્થૂલિભદ્ર તરફ વહી રહ્યો છે. સ્થૂલિભદ્રજી તદાકાર થઈ ગુરુદેવના ચરણ-શરણમાં જ્ઞાનપાસના કરી રહ્યા છે. એક પછી એક પૂર્વેનું જ્ઞાન હૃદયગત થઈ રહ્યું છે. પૂર્વેના જ્ઞાનમાં ઊડ રહ ભર્યા છે. લિભદ્રની કુશાગ્ર બુદ્ધિ, તીવ્ર પ્રજ્ઞા આગમનાં રહસ્યને આત્મસાત કરી રહી છે. પાણીમાં પડેલ તેલ બિંદુની. જેમ સર્વ મમ્ સુસ્પષ્ટ થઈ રહ્યાં છે, વિસ્તરી રહ્યાં છે. જ્ઞાન સાથે દર્શન, ચારિત્ર અને તપની અજોડ શક્તિ પણ સ્થૂલિભ પ્રગટાવી. સાધના સ્થિરતાને પામી, મંથર ગતિએ વિકાસ યાત્રા કરી રહી છે. એમની આત્મશક્તિની જાગૃતિ એ જડ-જગતના અનેક તને. પ્રાયોગિક રૂપે પ્રગટ કરી દીધાં. મુનિ સ્થૂલિભદ્રને અનેક પ્રકારની નાનીમોટી લબ્ધિઓ પ્રાપ્ત થઈ છતાં ધીરગંભીર મુનિ લબ્ધિની ખેવના. કર્યા વિના, આત્મ-આરાધનામાં લીન છે. આ જોઈ ગુરુદેવનું હૃદય પણ ગદ્ગદ્ થઈ જાય છે. આફરિન પોકારી ઉઠે છે. અરે ! આ શિષ્યની શ્રેષ્ઠતા પ્રત્યે ગુરુદેવને માન છે ગૌરવ છે. આવા શિષ્યને પામ્યાની પરિતૃપ્તિ છે. અને ગુરુદેવે નવપૂ સુધીનું અગાધ જ્ઞાન શિષ્યને આપ્યું. જ્ઞાનને સાગર શિષ્યના અંતરમાં ઉછળવા માંડે. આરાધના કરતાં લબ્ધિની ભાવના ન હોવા છતાં લબ્ધિઓ પ્રગટ થઈ ચૂકી છે. ખરેખર સાધના જ્યારે વધુ અંતર્મુખ થતી જાય છે, તેમ તેમ એક બાજુ થોકબંધ કર્મ નિર્જરા થાય અને બીજી બાજુ પુણ્યનાં પુંજ એકઠા થાય. જેના પરિણામે, સામાન્ય જનને ચમત્કાર ભાસે તેવી . લબ્ધિઓ સાધક સામે આવીને પડે. આવા લબ્ધિધારી મહાત્મા પિતાને આત્મ અસ્તિત્વને વધુ વિકસિત. કરવાના ધ્યેયથી, ગુરુદેવની આજ્ઞા લઈ, પર્વતની ગુફામાં એકાકી પણે,