________________ જ્યાં પ્રગટે સુવિચારણા 341 * સમ્યગદર્શન એટલે યથાર્થ જ્ઞાન. પણ અહીં આત્મા અને જ્ઞાન જુદાં છે. જ્યારે કેવળજ્ઞાન એટલે સંપૂર્ણ જ્ઞાન જેમાં આત્મા પિતે જ જ્ઞાનરૂપ થઈ જાય છે. આત્મા અને જ્ઞાન અલગ નથી રહેતાં. બંધુઓ ! આ વાર્તાલાપથી કેવળજ્ઞાનને નીચું સમજવાનું નથી. પણ રહસ્ય એ છે કે સમ્યગદર્શનરૂપ બીજ વાવ્યા વિના, નિવાર્ણરૂપ ફળ મળે નહીં. મીઠા-મધુરાં ફળના રસ માણીએ છીએ એ બીજને આભારી છે. બીજ ન જ હોત તે ફળ મળી શત જ નહીં માટે ફળના રસને આસ્વાદ માણતાં દષ્ટિ સમક્ષ બીજનું મૂલ્ય હેવું જ ઘટે. એ બીજ એટલે જ સમ્યગુદર્શન, એ બીજ એટલે જ નિજજ્ઞાન. શ્રીમદ્જીના શબ્દોમાં વહ કેવલ બીજ ગ્લાનિ કહે આવું નિજજ્ઞાન થતાં મોહને ક્ષય થાય છે. થાય છે એટલે કે નિજજ્ઞાન પછી સમ્યગૂ પુરુષાર્થ ઉપડે છે, કે જે મેહના ક્ષય રૂપ પરિણામ પ્રગટ કરે. નિજાનુભૂતિ પહેલને પુરુષાર્થ બહુ થોડું ફળ આપે છે. જેને આપણાં શાસ્ત્રોમાં અકામ નિર્જરા કહી છે. સમ્યગદર્શન પહેલાને પુરુષાર્થ સર્વથા વ્યર્થ નથી, કારણ અનાદિના મિથ્યાત્વી જીવને સમતિ પામવા માટે જે પુરુષાર્થ જોઈએ તે તે મિથ્યાત્વ દશામાં રહીને જ કરવાનું છે. જે મિથ્યાત્વ દશાના પુરુષાર્થથી કશું જ ફળ ન મળતું હોત તો કઈ પણ જીવ કદી સમકિત પામી શક્ત જ નહીં. પણ એમ નથી ! મિથ્યાત્વ દશાને પુરુષાર્થ જ સમતિ પ્રાપ્તિનું કારણ છે. હા, એટલું સાચું કે સમકિત પ્રાપ્તિ માટે કશું જ ના કરે અને અન્ય અનુષ્ઠાને સેવે તે તેનાથી નિજારૂપ લાભ બહુ થતું નથી. પણ સમક્તિ પછી કરાયેલે એટલે જ, બલકે એથી પણ ઓછો પુરુષાર્થ વધુ ફળ આપે. કમ નિર્જરા શેક બંધ કરે અને આત્મિક વિકાસ શીવ્રતાથી થાય. તેથી જ સમ્યગદર્શનનું અપૂર્વ માહામ્ય છે. ' સમ્યગદર્શન પછી પણ ઘણું ઉગ્ર સાધના કર્યા પછી જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ભગવાન મહાવીર કેટલી અસાધારણ ગ્યતા લઈ જમ્યા છે. સમકિત અને ત્રણ જ્ઞાન સાથે છે પણ મોહનીય કર્મ પડયું છે, જેની