Book Title: Hu Aatma Chu Part 01
Author(s): Tarulatabai Mahasati
Publisher: Gujarati Shwetambar Sthanakwasi Jain Association

View full book text
Previous | Next

Page 408
________________ 339 જ્યાં પ્રગટે સુવિચારણા રહ્યા કરે છે, જેને જીવ માણ્યા કરે છે. તેને માણને મમળાવ્યા કરે છે. એ માણ્યા પછી કઈ પણ પ્રકારની અતૃપ્તિ કે દુઃખને અનુભવ શેષ રહેતું નથી. જ્યારે ઈદ્રિયગમ્ય અનુભવ પછી અતૃપ્તિ રહે છે. સુખની પાછળ દુઃખને પડછાયે ઊભો હોય છે. તેથી જ શ્રીમજી કહે છે - પશ્ચાત્ દુઃખ તે સુખ નહીં ઈદ્રિયજન્ય અનુભવમાં સુખની માન્યતાવાળા અને વિચારવું ઘટે કે કઈ પણ પ્રકારનું વિષય સુખ મેળવ્યા પછી તેની પાછળ હતાશાનું, અતૃપ્તિનું, અરુચિનું દુઃખ ઊભું જ હોય છે. વળી સંસારનાં સુખની અનુભૂતિ નિરંતર સુખમય જ હોય એવું પણ નથી બનતું. એ સુખ ભેગવતાં-જોગવતાં પણ વચમાં દુઃખને વિચાર, દુઃખને અનુભવ થેડી ક્ષણો માટે થઈ જતો હોય છે. ત્યાં સુખ સ્થાયી નથી. માટે એ બધા જ અનુભવે પરિણામે દુઃખકર્તા જ છે. વળી ઈદ્રિયજન્ય સુખાનુભૂતિ મન સુધી જ પહોંચે છે. એથી વધુ ઊંડાણમાં જઈ શકે નહીં. મન જડ છે. જડના આશ્રયે નિપજેલું સુખ ચેતનને સુખ કેમ આપી શકે ? ચેતનનું સુખ તે ચેતનમાંથી જ આવિભૂત હોય. માટે જ ઇન્દ્રિય મનને આશ્રય છેડીને આત્મા સુધી પહોંચે ત્યારે નિજજ્ઞાન થાય, અને એ જ્ઞાન દુ:ખ રહિતનું સુખ આપે. નિજજ્ઞાન એટલે પિતાને પોતાની ઓળખાણું. પિતાને પરિચય, પિતાને અનુભવ, પિતામાં સ્થિરતા. આ બધી કમિક વિકાસની અવસ્થા છે. નિજાનંદની મસ્તી અનુભવતે જીવ ક્રમે-કમે ક્યાં સુધી પહોંચે છે! અહીં તે કડી જોડાયેલી છે. સહુથી પ્રથમ અંતરમાં આત્માર્થ દશા, દશા પછી સદ્ગુરુને યેગ, સદ્ગુરુના બેધના આશ્રયે સુવિચારણા, સુ-વિચારણાથી નિજજ્ઞાન અને નિજજ્ઞાનથી મેહને ક્ષય, પરિણામે નિર્વાણ. આમ Fઆત્માર્થદશાનું પકવ ફળ છે મોક્ષ. માટે જ સમ્યગદર્શનની મહત્તા અપરંપાર છે. શ્રીમદ્જીએ આવા સમ્યગ્રદર્શનને ઠેર-ઠેર નમસ્કાર કર્યા છે[ અનત કાળથી જે જ્ઞાન ભવહેતુરૂપ થતું હતું, તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યાંતર કરી જેણે ભવાનિવૃત્તિરૂપ ર્યું તે કલ્યાણમૂતિ સન્દર્શનને નમસ્કાર.

Loading...

Page Navigation
1 ... 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424