________________ સદ્દગુરુ બોધ સહાય 335 પછી મળી કામ નથી કર્યું. હરિ તેની પૂછયે ઘૂસી ગયા. અહીં તે માથું ઉતારીને મૂકવું પડે છે. પછી જ ઘરમાં પ્રવેશ મળે. પ્રભુને પ્રેમ તે જ મળે. માટે અહંને ત્યાગ થાય ત્યારે જ પ્રભુ મળે. એ કામ શુરવીરથી જ થાય. હરિને મારગ છે શરાને, નહીં કાયરનું કામ જોને પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને... કાયરે અને શું જીતી શકે ? અને જીતે તે હરિ તેના હૃદય મંદિરમાં પધારી જ જાય. મંથા તબ “હરી” નહીં, અબ “હરી હૈ “મૈ” નાહીં બસ, અહં જાય કે હરિને પ્રવેશ મળી જાય. તે બંધુઓ! કૃષ્ણની બંસરી અહમથી ખાલી થવાનું શીખવે છે. આજના દિવસે અહમને ઓળખી તેને દૂર કરવાનો પ્રયાસ કરજો. કૃષ્ણના જીવનની ત્રીજી વાત તે તેમની અદ્દભૂત નમ્રતા! નાનપણમાં સાંદિપની ઋષિને ત્યાં ભણવા રહ્યા છે. નિર્ધન અને ધનવાન સહ વિદ્યાથીઓ સાથે ભણે છે ને ગુરુએ સેપેલાં કામ સહુ કરે છે. વરસતા વરસાદમાં લાકડાં કાપવા મોકલ્યા તે ગયા અને લાક્કાને ભારે માથે ઉપાડીને લાવ્યા. રાજપુત્ર હતા છતાં ગુરુનું કામ કરતાં શરમ ન આવી. ગુરુની આજ્ઞા એ જ ધમ, એ શીખ્યા હતા, અહં આડે નોરતે આવતો. બંધુઓ ! વિચારે ! આવાં–આવાં કાર્યો જેણે કર્યા હોય તે સંસારમાં પૂજાય ! આજે ભારતમાં તેમનાં હજારો મંદિર હશે. ભારતની બહાર પણ તેઓ પૂજાય છે. સૌથી વિશેષ વાત તે તેમના જીવનની એ હતી કે ધર્મ દલાલી કેટલી કરી! તીર્થકર નામ-ગોત્ર બાંધી લીધું. ભવિષ્યમાં તીર્થકર પદની પ્રાપ્તિ થશે ! આપણે એમના જીવનમાંથી જેનશાસનની સેવા કરતાં શીખીશું ? ભલે કદાચ તીર્થકર થવાની યેગ્યતા સુધી ન પહોંચીએ પણ જીવન સદાચારથી સારા થઈને જીવીએ એટલું પણ ન બની શકે? તે બધુઓ! આજે તે ખાસ કહીશ કે જન્માષ્ટમીના નામે જુગાર રમતાં પહેલાં એક વાર શ્રી કૃષ્ણના જીવનને વિચારી લેજે. પહેલાં તેમના જીવ