________________ સદ્ગુરુ બોધ સુહાય એટલે કે આત્મા માટે પણ વિચારવું જરૂરી છે. જે એ સમજાય તે જ સદ્ગુરુના યોગે સુ-વિચારણા જાગે. પણ બંધુઓ ! આપણું દશા તે કેટલી બુરી છે ! આપણા વિચારે કયાંથી શું ગ્રહણ કરે છે ! અંદરની બુરી વૃત્તિઓને પોષવા માટે જ્યાંથી સારૂં ગ્રહણ કરવાનું છે ત્યાં તેના જ એઠા નીચે હલકે માગે ચડી જઈએ છીએ. - આજનો દિવસ છે જન્માષ્ટમીને ! આજે શું કરશો? ખીરનું ભેજન ! કેટલાક બહેનોએ પિષા કર્યા છે ! ઉપવાસ કર્યા છે ! પણ ભાઈઓ! તમને પૂછું છું શું કરશે ? જે કૃષ્ણ ભગવાને કર્યું હતું, જે પાંડેએ કર્યું હતું તે? તેઓએ તે પિતાના જીવનમાં ઘણું ઘણું કર્યું હતું. તમે તેમાંથી શું ગ્રહણ કર્યું ? સારી વસ્તુઓને મૂકી જુગાર રમવાનું શીખ્યા ! આજે આખી રાત રમશે. અરે ! કેટલાક ભાઈઓ અને સાથે બહેને પણ આ શ્રાવણ મહિને આખે રમે! શા માટે ? તમારી પાસે જવાબ છે. કૃષ્ણ જેવા રમ્યા ! પાંડવે જેવા પંડિત રમ્યા તે અમે તો સામાન્ય માણસ છીએ. ન રમીએ? અને છતાં અમે પાંડે જેવા મૂરખ નથી, ભાન ભૂલેલા નથી કે દાવમાં પત્નીને મૂકી દઈએ. અમે કયારેય મૂકી નથી અને મૂકવાના પણ નથી. માત્ર મનોરંજન માટે રમીએ છીએ. બે ઘડી મેજ! માફ કરજે બંધુઓ ! પણ આવા હલકા મનરંજન આશરે કેમ લીધે ? સાત્વિક મનોરંજન નથી મેળવી શકતા? કે પછી એમાં મઝા નથી આવતી ? સત્સંગ, શ્રવણ, ભક્તિ, સ્વાધ્યાય આદિ કરશે તે એનાથી મનરંજન જ નહીં, આત્મા પણ રંજિત થશે અને જીવ માટે ઉપકારી નીવડશે. હલકા મનરંજનમાં જેનું મન લેભાય છે, તે માનવની મનેવત્તિ પણ હલકી છે, એ સત્ય હકીક્ત છે. કેમ આવી હલકી વત્તિએને પિષવાનું ગમે છે? છે બંધુઓ! શ્રી કૃષ્ણનું આવું અનુકરણ કરતાં પહેલાં એમના જીવનને વૈપાસો. કહેવાય છે કે જમુનાના જળમાં જઈ તેમણે કાળી નાગને નામે,