________________ 334 હું આત્મા છું સહસ્ત્ર ફેણવાળા નાગને નાથતાં બહુ પરિશ્રમ કરે પડે, વળી એકએક ફેણ કાપતા જાય તેમ નવી-નવી ઉગતી જાય. પાર જ ન આવે. પણ અંતે તેઓએ નાગને વશ કર્યો ! શું છે આ ? પ્રતિક છે. શ્રી કૃષ્ણ અંતરમાં પડેલી અનંત કુ-વૃત્તિઓને નાથવા માંડી. જેમ-જેમ પ્રયાસ થાય તેમ-તેમ વૃત્તિઓ તે વધુ જોરથી ઉછાળા મારે. એકને જીતે ત્યાં બીજી અનેક ઊભી થઈ જાય. આપણું સહને અનુભવ છે કે વૃત્તિઓ એક પછી એક જાગૃત થયા જ કરે છે ને શાંતિ રહેવા દેતી નથી. અરે ! ભાન ભૂલાવી દે છે. કુળ, ઈજજત, પ્રતિષ્ઠા, ધર્મ બધું જ ભૂલાવી દઈકુ-વૃત્તિઓ દુરાચારના માર્ગે લઈ જાય છે. માણસ વૃદ્ધ થયા પછી પણ વૃત્તિઓની ગુલામીમાંથી છૂટી શકતું નથી એટલે લાચાર થઈ ગયો છે. તે આ વૃત્તિઓને શ્રી કૃષ્ણ નાથી હતી. બંધુઓઆજના દિવસે પહેલું કામ વૃત્તિઓને સંયમ કરવાનું કરીને પછી જુગારનાં પાનાં હાથમાં લેજે. કૃષ્ણના હેડ પર રહેલી બંસરી પણ કંઈક સમજાવે છે. રાધાજીના દિલમાં એક વાર બંસરીની ઈર્ચા જાગી કે આ બંસરી આખે વખત. શ્રી કૃષ્ણના હેઠ પર, એક ક્ષણ પણ દૂર નહીં, એનામાં એવું શું છે? ને રાધાએ કારણ પૂછી લીધું. બંસરી રહે છે-મારા તરફ તે જરા જુઓ! ઉપરથી નીચે સુધી આખી ખાલી થઈ ગઈ, પિલી થઈ ગઈ. મારામાં કાંઈ ન રાખ્યું મારૂં, એટલે જ મને કૃષ્ણના મુખ પર રહેવાનું સૌભાગ્ય મળે છે. રાધાજી સમજી ગયાં. બંધુઓ ! જે પિતાના અંદર માંથી અહને કાઢીને ફેંકી દે છે તે જ પ્રભુની સમીપે રહેવાને અધિકારી છે, અન્ય નહીં. જ્યાં સુધી અંતરમાં અહં પડ્યું છે ત્યાં સુધી પરમાત્માની પધરામણું હદય મંદિરમાં નહીં થાય. કબીરજી પણ એ જ કહે છે યહ તે ઘર હૈ પ્રેમકા, ખાલાકા ઘર નાહી સિસ ઉતારી ભૂહિ ઘરે, તે પૈઠે ઘર માંહી... પ્રભુ–પ્રેમને માર્ગ સરળ નથી. માસીનું ઘર નથી કે તેમાં વગર