Book Title: Hu Aatma Chu Part 01
Author(s): Tarulatabai Mahasati
Publisher: Gujarati Shwetambar Sthanakwasi Jain Association

View full book text
Previous | Next

Page 401
________________ 332 હું આત્મા છું ઘધે કરવો છે ને આટલું કમાવું છે! મારા ભાઈઓ! તમને પૂછું કે કયારેય એવું વિચારીને નીકળે છે કે બજારમાં જાઉં છું પણ એક પૈસાને ય વેપાર કરવો જ નથી. અરે! મળે તે પણ નહીં ! ક્યારેક તે આવું વિચાર! ના, વ્યાવહારિક જીવનમાં આવું વિચારનારો પાગલ ગણાય. તો પછી અહીં જે કંઈ જ લેવા ન આવતા હો, સાંભળીને એમ જ પાછા ચાલ્યા જતા હે તે શું સમજવું ? તમને શું કહેવું? કયાં છે આપણું સ્થાન? કઈ કેટેગરીમાં બેઠા છીએ, મતાથી કે આત્માથી ? વિચારી લેજે. શ્રીમદ્દજી કહે છે આત્માથી સદ્દગુરુનાં નિર્દોષ વચનને ગ્રહણ કરે તે સીધાં તેના અંતરમાં ઉતરે છે અને ભારૂપ બને છે. એ વચને તેના અંતરમાં સુવિચારણા ઉત્પન્ન કરે છે. માત્ર વિચાર નહીં, પણ સુવિચાર. મનુષ્યને શરીરની સાથે મળેલું મન નિત્ય વિચારે છે. વિચારની પ્રક્રિયા એક ક્ષણ માટે પણ રેકતી નથી. જમ્યા ત્યારથી જ સમજણ હોય કે નહીં પણ વિચારે તે ચાલુ જ છે. વ્યક્ત કરવા માટે વાણું ન હોય, સામર્થ્ય ન હોય તો વિચારોની અભિવ્યક્તિ ભલે ન થાય પણ વિચારે તે નિરંતર ચાલુ જ છે. આપણા મનમાં ચાલતા આ વિચારોનું પૃથકકરણ કરવાનું છે કે એ “સુ છે કે “કુ’ છે. રાગ-દ્વેષાત્મક ભાવનાઓથી રંજિત વિચારે કુ-વિચાર જ હોય. જે પિતાનું પણ અહિત કરે અને અન્યનું પણ અહિત કરે. મોટા ભાગના વિચારો આપણામાં જે રસ છે, રુચિ છે, જેની પ્રીતિ છે, જેવી વૃત્તિઓ છે એ માટેના જ હોય છે. આપણું હલકી વૃત્તિના પષણ માટેના પણ હોય છે. આવા વિચારો આત્મભાવથી પર છે. આત્માનું હિત ન થતાં, આનાથી અહિત જ થાય છે માટે આ વિચારોને કુ-વિચાર જ કહ્યા. જ્યાં સુધી સદ્ગુરુને ઉપદેશ હૃદયને ભીંજવે નહીં ત્યાં સુધી સુવિચાર જાગવાનો અવકાશ જ નથી મળતા. સંસારવૃદ્ધિના જ વિચારો હોય પણ સંસારમુક્તિના વિચાર આવે જ કયાંથી? કારણ જીવે વિચાર્યું તો ઘણું, પણ આજ સુધી એને જાણ જ નથી થઈ કે મારે મારા માટે

Loading...

Page Navigation
1 ... 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424