________________ 330 હું આત્મા છું ઘવાયું છે. કોધ અને અહં હજુ અંદરથી ઠર્યા નથી. દેવ પર વરસી પડયા. કેમ મારી રક્ષા કરવા ન આવ્યો ? દેવ કહે, મહારાજ ! આ તે હવે પણ ઓળખી ન શકે! કેમ? બને ચંડાલ હતા. પેલે જાતિથી ચંડાલ, તે તમે વૃત્તિથી ચંડાલ ! બંધુઓ ! ક્રોધાદિ વિભાવ ચંડાલ સ્વરૂપ છે. એ જયારે માથા પર સવાર થઈ જાય, ત્યારે બધું જ ભાન ભૂલાઈ જાય. આત્મા જે જ્ઞાન સ્વરૂપી છે તે કેધ સ્વરૂપી થઈ જાય. જાણે આત્મા ને કેધ એક થઈ ગયા હોય એવા થઈ જાય. માટે જ જીવની આવી પરિણતિને લક્ષ્યમાં રાખી શાસ્ત્રમાં આઠ પ્રકારના આત્મા બતાવ્યા છે. જો કે વાસ્તવિકતાએ તે બધા જ આત્મા એક સરખા જ હોય. તેમાં કઈ પ્રકાર કે ભેદ ન હોય. કહ્યું છે જે કાયા” આત્મા એક છે. વિશ્વના અનંત આત્માઓ સ્વરૂપની દૃષ્ટિથી એકસરખા છે. સિદ્ધ તથા સંસારી સહુની મૂળભૂત સ્થિતિ એક સરખી જ છે, પણ જ્યાં ભિન્નતા દેખાય છે, તે કર્મ સહિત જીવમાં, તેથી આઠ પ્રકારના આત્મા કહ્યા. 1. દ્રવ્ય આત્મા. 2. કષાય આત્મા. 3. વેગ આત્મા. 4. ઉપયોગ આત્મા. 5. જ્ઞાન આત્મા. 6. દર્શન આત્મા. 7. ચારિત્ર આત્મા. 8. વીર્ય આત્મા. બધા જ આત્મા દ્રવ્ય આત્મા છે જયારે જીવ ક્રોધાદિ કષાય રૂપ પરિ. ણમે છે, ક્રોધ આવતાં તે રૂપ બની જાય, એટલી વાર તેને કષાય આત્મા કહે. એ જ રીતે મન, વચન, કાયાના યોગોની પ્રવૃતિ રૂપ પરિણમે ત્યારે વેગ આત્મા. ઉપયોગ રૂપ પરિણમે ત્યારે ઉપયોગ આત્મા. અને એમજ્ઞાન દર્શન, ચારિત્ર અને વીર્ય રૂપ પરિણમે ત્યારે તે તે સંબંધનથી ઓળખાય છે. અહીં કેધાદિ વિભાવ રૂપ પરિણમેલા આત્માની અંતર દશા પણ કેધાદિ રૂપ બની જાય છે, જે વિભાવ છે. જ્યાં સુધી આવા વિભાવમાં છે ત્યાં સુધી આત્મામાં આરાધનાની યોગ્યતા પ્રગટ થતી નથી, ને મેક્ષમાર્ગ પમાતા નથી. પણ જે જીવ પુરુષાર્થ દ્વારા સ્વભાવ-દશાને પામવાની યોગ્યતા રૂપ અંતર્મુખ દશા પામે છે તે જીવ જ સુપાત્ર છે એવા સુપાત્ર જીવન અંતર પુરુષાર્થ કે ઉપડે છે તે શ્રીમદ્જી બતાવે છે