________________ સદ્દગુરુ બોધ સુહાય 331 આવે જ્યાં એવી દશા, સદગુરુ બોધ સુહાય; તે બધે સુ-વિચારણું, ત્યાં પ્રગટે સુખદાય...૪૦... આત્માર્થ દશા જાગે એટલે સદ્ગુરુને ઉપદેશ પ્રિય લાગે, રૂચિકર લાગે, સુખરૂપ લાગે. મળેલા ગુરુના યોગે તેઓને ઉપદેશ ગ્રહણ કરવા માટે તીવ્ર જિજ્ઞાસા વૃત્તિ જાગે અને જે કંઈ આત્મ-હિતકારી વાણી સાંભળે તેને યાદ રાખે. સ્મરણમાં રાખે. વારંવાર સાંભળવાની પિપાસા જાગે. સાંભળીને રોમ રોમ ઉલસિત થઈ જાય. હૃદય પ્રસન્ન થઈ નાચી ઉઠે ને આવા ઉલટ ભાવે સાંભળ્યું હોય એટલે તપ્ત જ અંતરમાં ઉતરે. બંધુઓ ! સાંભળ્યા પછી અંતરમાં ન ઉતરે તે એ સાંભળ્યાને સાર છે ! લેકે સાંભળે છે તે ઘણું પણ અંદરમાં સ્પર્શ થવા દેતા નથી. પિતે કથામાં બેસે પણ કથા તેનામાં ન બેસે તે સાંભળનારની પણ મહત્તા શું ? પેલી બે પુતળીઓ જેવી વાત છે. દેખાવમાં બન્ને સરખી–બહુ સુંદર, પણ એક હતી અસલી ને એક હતી નકલી. અસલીની કિંમત સવા લાખની અને નકલીની કેડીની પણ નહીં ને ચતુર મંત્રીએ ઓળખી માત્ર એક સળી વડે. એકના કાનમાં સળી નાખી તે સીધી પેટમાં ઉતરી ગઈ અને બીજીના કાનમાં નાખી તે બીજા કાનથી નીકળી ગઈ. કહે ! આમાં કઈ અસલી ને કઈ નકલી ? કહેશે ? હા, પહેલી અસલી અને બીજી નકલી! બંધુઓ ! આપણે શેમાં? અસલીમાં કે નકલીમાં? પિતાની કિંમત પોતે જ કરી લેવાની છે ! મુંબઈમાં એક ભાઈ અમને કહેતા, મહાસતીજી ! ગમે તેટલું કહોને પણ બે કાન મળ્યા છે સીધો શા માટે ? સુણી સુણીને સીધું ફેંકી દેવા માટે ! આ દેહના ઘડનારની કેટલી મોટી ભૂલ ! એક કાન ઉપર અને બીજે નીચે મૂક્યો હતો તે, સાંભળેલું બહાર નીકળો ન જાત. બંધુઓ ! સંતને ઉપદેશ તે બહુ સાંભળે છે પણ લઈને કંઈ નથી જતા ! શા માટે? અહીં જ કેમ આવું? બજારમાં જાવ છે, વ્યાપાર કરે છે. ઘરેથી નીકળે ત્યારે એમ નકકી કરીને નીકળો છો ને કે આજે તે આટલે