________________ ...ત્યાં આત્માર્થ નિવાસ! ૧ખરાગ પરમાત્મા, અનંતજ્ઞાની, અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય સમક્ષ, અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષ માર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના એ જીવ જ કરી શકે છે, કે જેને મુક્તિની ઝંખના જાગી છે. જેને સ્વમાં સમાઈ જવું છે. આવા જીને શ્રીમદ્જીએ આત્માથી કહ્યા. આત્માથી જીવનાં લક્ષણોનું વિવેચન ચાલી રહ્યું છે. આત્માથીમાં રહેલી યોગ્યતાને વિચારતાં આપણું મન પ્રસન્ન થઈ ઉઠે છે. ધન્ય રૂચિ ! ધન્ય શ્રદ્ધા ! મળેલી શક્તિઓને ઉપગ આત્મશ્રેયાર્થે થઈ રહ્યો છે. સદ્ગુરુની શોધ અને શોધને હેતુ માત્ર એટલું જ છે કે આત્માની મૌલિક દશાનું ઉભાવન, તેથી આત્માની શુદ્ધિ અને પછી સિદ્ધિ હવે આત્માથી જીવની અંતરદશા કેવી આદર્શ હોય તે કહે છેકષાયની ઉપશાંતતા, માત્ર મેક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણુ દયા, ત્યાં આત્માથે નિવાસ.૩૮ સંવેગ, નિવેદ, અનુકંપા અને આસ્થા. આ ગાથામાં પણ આ લક્ષણોની ભૂમિકા રૂપ ગુણ કહ્યાં છે. કષાયનું શાંત થઈ જવું તે છે સમ, શમ અથવા ઉપશમ. કષાયોને સર્વથા નાશ તે 12 મા ગુણસ્થાનના અતે થાય છે. પણ આ તે સાધનાનો પ્રારંભ કરતે સાધક છે, તેથી તેણે સમજીને વિચારીને, આત્મલક્ષ જાગૃત કરીને, પોતાના અકષાયી સ્વરૂપની દઢ શ્રદ્ધાના આશ્રયે, કષાયોને મંદ કર્યા હોય, પાતળા પાડી નાખ્યા હોય, શમાવી દીધા હોય, ઉપશાંત કરી નાખ્યા હોય.