________________ જીવ લહે નહીં જોગ 3 27 છીએ. તેની સામે પા કેશ તે કંઈ હિસાબમાં જ નથી. આ ધામ તે એટલું નજીક છે કે સંકલ્પ કરે ને પહોંચી જાવ. બંધુઓ ! સદ્ગુરુ મળ્યા પછી પણ જે જીવની પાત્રતા તૈયાર ન હોય તે તે પામી શકતું નથી. કેટલાક અજ્ઞાની લેકે કહેતા હોય છે કે અમારા ગુરુની અમારા પર કૃપા જ નથી. અમને કશું આપતા નથી. એટલું જ નહીં, અંદરમાં પડેલી અપાત્રતા તે એમ લાગે કે ગુરુ પક્ષપાતી છે. અમુકને આપે છે કે મને કંઈ આપતા નથી. ગુરુ પર આવું તહોમત મૂકે પણ મૂર્ખાને ખબર નથી કે સગુરુના હૃદયમાંથી હંમેશાં કૃપા વરસતી જ હોય છે. તારું પાત્ર ફૂટેલું છે, તું ઝીલી શકતો નથી તે ક્યાંથી પામે? પાત્ર તૈયાર કરો અને ન મળે એવું બને જ નહીં ! માટે જ શ્રીમદુજી કહે છે પાત્રતા પામ્યા વિના એક્ષ-માર્ગ સૂઝે નહીં અને માર્ગ સૂઝયા વિના, અંતરને રોગ દૂર થાય નહીં. આ જીવને મેટામાં મોટો કઈ રોગ હોય તે તે આત્મબ્રાંતિ રૂપ છે. પિતે પિતાને જ ઓળખતા નથી. દેહાદિમાં આત્માને હોવાપણાની માન્યતા એ માટે ભ્રમ છે. હું કોણ છું તેની ખબર નથી. શ્રીમદ્જીના જ શબ્દોમાં હું કેણુ છું કયાંથી થયે, શું સ્વરૂપ છે મારું ખરૂં. એની જ જીવને જાણ નથી. પિતાના બાહ્ય સ્વરૂપની અને જડનાં સંબધની જેટલી જાણે છે એટલી પિતાની જાણ નથી. અરે ! ઊંઘમાં સૂતા હે, ભર નિદ્રામાં છે અને કોઈ તમારું નામ લઈ અવાજ દે, તે જાગી જાય છે અને મને જ બોલાવે છે અને અમુક વ્યક્તિ બોલાવે છે, એ પણ ખબર પડે છે. બન્નેને ઓળખે છે. આખા યે વિશ્વમાં અનેક પદાર્થોને ઓળખે છે. કેટલાકની યાદદાસ્ત એટલી બધી જોરદાર હોય કે વર્ષો પહેલાં કઈ માણસને મળ્યા હોય તેને પણ ભૂલે નહીં. એ ઓળખાણ એવી ને એવી હાય, પણ જીવને પિતાની જ ઓળખાણમાં ભ્રાંતિ છે. એ ભ્રાંતિ દૂર ન થાય ત્યાં સુધી આત્મા છું અને મારે મને પામવા ધર્મ કરે છે એ કેમ સૂઝે ?