________________ ૩ર૬ હું આત્મા છું જગ્યાએ એક કલાક બેસીને મહેનત કરવી પડતી નથી. પણ એક નહીં, અનેક સામાયિક કર્યા પછી પણ સમતા જાગતી નથી. તપ-ત્યાગ કર્યા પછી પણ જિતેન્દ્રિયતા આવતી નથી. સ્વાધ્યાય-ભકિત કરી લીધા પછી પણ વીતરાગતાનો અંશ પ્રગટતો નથી. સ્વાભાવિક ભાવને જગાડવા માટે ભવ-ભવને પુરુષાર્થ જોઈએ, છતાં ગોથું ખવાઈ જાય છે અને વૈભાવિક વૃત્તિઓએ કયાંય ગોથું ખાધું સાંભળ્યું નથી. અફાટ વિશ્વનાં અનંત અનંત પ્રાણીઓનું વિભાવરૂપ પરિણમન નિરંતર ચાલુ જ છે. બંધુઓ ! શા માટે આમ? આપણું પિતાનું જ સ્વરૂપ છે તે આપણાથી યેજને દૂર અને પરના સંગનું પરિણમન અતિ નિકટ ! બસ, કારણ એ જ કે કયારે ય સ્વભાવમાં વસવાને વિચાર કર્યો નથી અને પરભાવમાંથી ખસવાને સંકલ્પ કર્યો નથી! પણ જેને આત્માર્થ પ્રગટ થઈ ચુકયો છે એટલે જે આત્માના અર્થમાં જ પ્રવૃત્ત છે તે જીવ સ્વભાવ દશાની પ્રાપ્તિના પુરુષાર્થમાં જ હેય. તેનામાં એવી સત્પાત્રતા પ્રગટી ચૂકી છે. આવી સત્પાત્રતા ન પ્રગટે તે મોક્ષમાર્ગને પામી શકે નહીં. અને માર્ગ ભૂલેલા જીવ, માર્ગને ચૂકી જ્યાં ત્યાં આથડતે જીવ, પાસે પડેલા રત્નને ઓળખી શકતો નથી. આત્માથી આત્માને પામવાને છે. બીજું કશું જ કરવાનું નથી. બસ, આટલું સમજી જાય, કેઈ સમજાવનાર મળી જાય તે પોતામાં સમાઈ જવાને પુરુષાર્થ કરે. સમજાવનાર સદ્દગુરુ નથી મળ્યા માટે જ આથડે છે. કબીર કહે છે - ભટક મુઆ ભેદ બિના, કૌન બતાવે ધામ? ચલતે ચલતે જુગ ગયે, પાવ કેસ પર ગામ! અરેરે ! આજ સુધી “ભેદ્ર (સદ્ગુરુ) ન મળ્યા તેથી જ નકામે ભટકી મૂઓ! સદ્ગુરુ વિના નિજનું ધામ કેણ બતાવે? ચાલતાં ચાલતાં યુગો વીતી ગયા પણ ધામ ન પામી શક્યો. આજે સમજાય છે કે જ્યાંથી નીકળે ત્યાંથી માત્ર પા કેશ દૂર જ ગામ હતું ! ખરેખર ! પા કેશ પણ દૂર નથી. અનંત કાળથી આ લેકમાં આથડીએ