________________ જીવ લહે નહી જોગ..? વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની, અનંતદર્શની પ્રભુ વીર જગતનાં ભવ્ય જીવ સમક્ષ અમૃતમય વાણીનો પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સમ્યગ્ગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગ્રચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના પાત્રતા પ્રગટયા પછી જ થાય છે. મેક્ષની આરાધના એ કઈ સામાન્ય કિયા નથી કે ગમે તે જીવ ગમે ત્યારે કરી લે, ને થઈ જાય. તેના માટે વિશિષ્ટ યોગ્યતા જોઈએ. સામાન્ય રીતે માણસે એવું માનતા હોય છે કે ધર્મ કરવાને સને અધિકાર છે. ગમે તે પાપી કે હલકે માણસ પણ ધર્મ કરી શકે. ગમે તેવી પ્રકૃતિવાળો પણ ધર્મ કરી શકે ! સ્કૂલ દષ્ટિથી વિચારતાં આ સાદી સીધી વાત યોગ્ય જ લાગે. પણ પહેલાં તે વિચારવું એ ઘટે કે ધર્મ એ શું છે? જે આત્મ-સ્પર્શ વિના માત્ર બાહ્ય કિયા-કાંડે કે વિધિવિધાનેને ધર્મ માની લીધું હોય, તે તે સહુ કરી શકે પણ વાસ્તવિકતા જુદી છે. દ્રવ્ય, દેશ અને કાળના ભેદથી વિવિધ રીતે આચરણમાં આવતાં ધર્માનુષ્ઠાને એ માત્ર બાહય સ્વરૂપ છે અને એ કરવામાં કઈ વિશેષ યેગ્યતાની આવશ્યકતા નથી. દ્રવ્યથી કઈ પણ તપ-ત્યાગ, દર્શન, વંદન, પૂજા-ભક્તિ વગેરે કરવામાં આવે અને કાળથી તે ગમે તેટલા સમય માટે કરી લેવામાં આવે, તેમાં ભિન્નતા હોઈ શકે. એકરૂપતા ન હોય તો પણ ચાલે. કરનાર પણ ગમે તે હોય તે ય ચાલે. પણ જ્યાં ભાવને સંબંધ છે, ભાવ ધર્મ છે ત્યાં ધર્મ એટલે આત્મધર્મ જ. આત્માના સહજ સ્વભાવની પરિણામ દશા જ, એથી ઓછું કશું ય નહી, તેથી ત્યાં ભિન્નતા સંભવે જ નહીં.