________________ ત્યાં આત્માર્થ નિવાસ 223 કઈ માને ન રડાવીશ! બસ, આટલું કહી વિદાય આપે છે. મા ઈ છે છે કે હવે તે દિકરે એવી સાધના કરી લે કે સદા-સર્વદાને માટે સંસાર છૂટી જાય. અને બંધુઓ ! એ દીકરાએ માના બોલ પર કરી બતાવ્યાભવ-ભવથી મુક્ત થઈ ગયો! આ છે માતા અને પુત્ર બનેની નિવેદ દશા ! આત્માથીને ગુણ કહ્યો પ્રાણુ દયા-અનુકંપા-કરુણું. સર્વ જીવ પ્રાણી, ભૂત, સત્ત્વ સહુ પર કરૂણ જેનાં આંતરચક્ષુ ખુલી ગયાં છે, અંતર હિટ લાધી છે એ આત્માથી જીવ, સર્વ પ્રાણીઓમાં સમાન આત્મા જ ભાળતે હોય. સહુને સિદ્ધ સમાન વિશુદ્ધ, સ્વરૂપ દષ્ટિએ જાણતો હેય. તેથી કઈ જીવે કરેલા રાગ-દ્વેષ, એ જીવનું વાસ્તવિક સ્વરૂપ નથી પણ તેના અજ્ઞાનનું પરિણામ છે. તેથી તેના અજ્ઞાન પર તો કરૂણું જ સંભવે. તેના અજ્ઞાનના નિમિત્તે આત્માથીને રાગ-દ્વેષ ન સંભવે. માટે અન્ય જીના વ્યવહાર, વાણી કે વિચારે ગમે તેવાં હોય, આત્માથના મનમાં ક્ષેભ ન ઉપજાવે. પણ મૈત્રીભાવે તેમના પ્રત્યે પ્રેમ ઉપજે. તેમજ તે જીનાં આધિ, વ્યાધિ અને ઉપાધિનાં દુઃખ પરવે કરૂણા ઉપજે. આત્માથી જીવ પળે પળે આત્મ-જાગૃતિ સેવતા હોય. તેથી આત્મા ક્યાંય બંધાય નહીં, પાપથી ખરડાય નહીં, કષાયથી કલુષિત થાય નહીં તે માટે સંપૂર્ણ સતર્ક હાય. આવી જગેલી ભાવદયા, સહજ રૂપે અન્ય જીવ પ્રત્યે અનુકંપાના ભાવથી વરસી પડે, એટલે દ્રવ્ય દયા તો હોય જ. આમ આત્માથીનાં આ ચાર લક્ષણે સાથે આસ્થા એટલે શ્રદ્ધા તે સહજ પ્રગટે જ. જેને સ્વ–સ્વરૂપમાં શ્રદ્ધા છે તે જ આવા ગુણોને કેળવી શક્યો હોય. સ્વરૂપ લ જ આ ગુણે પ્રગટ થયા હોય તેથી શ્રદ્ધા વિહેણે ન જ હોય. સમ, સંવેગ, નિવેદ, અનુકંપા અને આસ્થા રૂપ ગુણોને પામવાની યેગ્યતાથી યુક્ત આત્માથી સ્વની સાધનામાં કઈ રીતે ઊંડે ઉતરતે જાય છે તે અવસરે...