________________ જીવ લહે નહીં જોગ 325 આત્માથી આત્માને પામવે તે જ ધર્મ છે. તે માટે તે વિશેષ યેગ્યતા જોઈએ જ. એ સિવાય આત્માને પામવાને અધિકારી એ બની શકતો જ નથી. એ માટે જ શ્રીમદ્જી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં મતાથીનાં લક્ષણો વર્ણવે છે. એ કહેવા માગે છે કે ધર્મ કરતાં પહેલાં જાતને તપાસી લેજે કે ધર્મ કરવાના અધિકારી બની શકીએ એટલી યોગ્યતા કેળવી છે કે નહીં ! જે હા, તે બહુ સારું. અને ના, તે કેળવી લેજે. ગઈ કાલે જ આપણે આત્માથીનાં વિશિષ્ટ લક્ષણે જોઈ ગયા. કક્ષાની ઉપશાંતિ, મેક્ષ સિવાયની અન્ય ઈચ્છાઓને નાશ, સંસાર પ્રત્યે ઊંડી ઉદાસીનતા અને કરૂણાથી ભરેલું અંતર, આટલાં લક્ષણો સહિત જીવ જ ધમ કરવાને પાત્ર બને છે. એ જ વાત આગળ કહે છે દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહી જોગ મેક્ષ માગ પામે નહીં. મટે ન અંતર રેગ.... 39. ઉપર કહી એવી દશા સહજ સ્વભાવમાં વણાઈ જાય તેનું નામ જ પાત્રતા ધર્મ સહજતાને સ્પર્શે છે. કૃત્રિમતા હોય ત્યાં ધર્મને સ્પર્શ ન થાય. કાગળનાં બનાવેલ ફૂલમાં રૂપ, રંગ ને આકૃતિ આવી શકે પણ ફૂલના ગુણધર્મો ન આવી શકે. ગમે તેવા ઊંચા કાગળમાંથી બનાવેલું ફૂલ હોય અને મધું પણ હોય, છતાં તેનામાં ફૂલના ગુણ ન હોય, પરંતુ મૂળ ફૂલ પછી ભલે એ વગડામાં ઉગ્યું હોય, કેઈની યે માવજત વિના આપ મેળે વિકસિત થયું હોય પણ તેનામાં સહજ ગુણ હોય જ. બંધુઓ ! ધર્મ એ આત્માને સહજ સ્વભાવ છે. એ સ્વભાવને પામવા માટે આત્મામાં જેટલી ગ્યતાની આવશ્યકતા છે તે પ્રગટે, સહજ રૂપે પરિણમે, તો જ ધર્મ થઈ શકે. ધર્મ એ સહજાત્મ સ્વરૂપ સ્થિતિ છે. - આપણા માટે મોટા દુઃખની વાત તો એ છે કે વૈભાવિક વૃત્તિઓ આપણામાં બહુ જ સહજ રૂપે પરિણમતી હોય છે. તેના માટે કશે જ પ્રયત્ન કરે ન પડે. અનાયાસે વૃત્તિઓ પ્રગટ થઈ જ જતી હોય. અરે! કદાચ બહાર ન દેખાય તે પણ અંદરમાં તે રાગ-દ્વેષાદિની ભાવનાઓ આવ્યા જ કરતી હોય. રાગને કે દ્વેષને જન્માવવા માટે એક