________________ ત્યાં આત્માર્થ નિવાસ 319 તે પ્રથમ ગુણ, કષાયની ઉપશાંતતા. કક્ષા શાંત થઈ ગયા હોય, કધ, માન, માયા, લોભ, આદિ ગમે તેવા નિમિત્તો આવે, પણ પોતે પિતામાં શાંત હોઈ તેને નિમિત્તો સ્પશી શકે નહીં. પણ જે જીવ સમજ નથી, તેનું શું થાય ? આપણું અવળાઈ તે જુઓ! સારાં નિમિત્ત આવે, આત્મ- ઉત્થાનના રાહે લઈ જનાર નિમિત્ત આવે તે તે નિમિત્તોને તે તરત ઉડાડી દઈએ છીએ, સ્પર્શવાની તે વાત જ કયાં? દૂરથી જ રવાના કરી દઈએ. સંત-સમાગમ, કે શાસ્ત્ર-શ્રવણ જે સુભગ વેગ મળ્યું હોય તે તેને નિમિત્ત બનાવી આત્માનું શ્રેય સાધનારા કેટલા ? બહુ જ ઓછા જીવો! તે સારાં નિમિત્તને ત્યાગી દેનારા ઘણું અને માઠાં નિમિત્તને ગ્રહણ કરનાર ઘણા. આમ જ સંસારની ઘટમાળને એક પણ ઘટ અધૂરે રહેતું નથી, ભરાયા જ કરે છે, ઠલવાયા કરે છે, ને વળી ભરાય છે. એક પળને પણ તેને વિશ્રામ નથી. એને પરિણામે કષાયો પાતળા પડતા નથી. આત્માથી જીવે કષાયને ઉપશાંત કર્યા છે. સ્વનું સ્વરુપ તેને સમજાયું છે. હું ચેતન, શરીર જડ. આખાયે સંસારને પસારે જડે. ચેતનને, ચેતનભાવમાં જ સુખ હોય. જડભાવમાં જડ પરિણમનમાં તે સુખ મેળવી શકે જ નહીં. જગતને ગમે તેવો કિમતી ગણાતે જડ પદાર્થ અને સમાજ માન્ય પુણ્યની પરિણતિ રૂપ પ્રતિષ્ઠા, આ બન્ને મારા સુખનાં કારણભૂત બની શકે જ નહીં. માટે આવા આત્માથી જીવને મોક્ષ સિવાય બીજી કઈ ઈચ્છા, તૃષ્ણા કે અભિલાષા અંતરમાં પડી જ ન હોય. સામાન્ય માનવે વિવિધ પ્રકારની અભિલાષાની આગમાં રાત-દિવસ જલતા રહેતા હોય. સમાજ માન્ય સુખના સિદ્ધાંતેમાં વિશ્વાસ કરનાર, કન, માન, પ્રતિષ્ઠા, ઈજજત વગેરેના ખોટા ખ્યાલમાં રાચતા હોય, અને એ બધું જ મેળવવામાં વધારવામાં તેનું ચિત્ત, મન, બુદ્ધિ સદેવ કાયેલા હોય. અભિલાષાની આગ એવી પ્રચંડ હોય કે તેમાં જેટલું નાખો તે બધું જ ભસ્મીભૂત થઈ જાય. જેમ નાખો તેમ વધુ માગે. ક્યારેય તૃપ્તિ થઈ નથી અને થવાની નથી.