________________ શોધે સમ્ર યોગ વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. એક્ષ-માર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યગચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના એટલે જ આત્માર્થની સાધના. જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ જ આત્મા છે અને એ સ્વરૂપને સંપૂર્ણ પ્રગટ કરવા માટે, એ જ ત્રણ સાધનો વડે સાધના કરવાની છે. - આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આત્માથી જીવની સાત્વિક તથા સદ્દવિચારોની શ્રેણી કેવી હોય તે બતાવે છે. જેઓની બાહ્યાભ્યતર ગ્રંથિ તૂટી ગઈ છે, તેવા મુનિ જ સદ્ગુરુ; એવી આત્માથીની દઢ શ્રદ્ધા છે. જેની અંતર ગ્રંથિ તૂટે, તેની બાહ્ય ગ્રંથિ આપોઆપ તૂટી જાય છે. અને તેથી સહજ રૂપે મુનિદશા જાગે છે. આવા નિગ્રંથ મુનિ જ, આત્મ આરાધનાના પથે પ્રદર્શક બની શકે છે. વળી આવા ગુરુ મળે, તે તેમના ચરણમાં ત્રણે યોગથી અર્પણ થઈ જવાની તૈયારીવાળે આત્માથી હોય. પરમાર્થના પંથની અનન્યતા તેના અંતરમાં વસી હોય. તેથી એ માર્ગે ચાલવા માટે પગદંડી બતાવનાર સદ્ગુરુને પ્રત્યક્ષ વેગ મેળવવા મથત હોય. નિગ્રંથ મુનિ સિવાય જિનેશ્વરના માર્ગનું યથાતથ્ય ભાન કરાવવા અન્ય કેઈ સમર્થ નથી. માટે જ એમ વિચારી અંતરે, શેઠે સદગુરુ ભેગ; કામ એક આત્માર્થનું, બીજે નહિ મન રેગ-૩૭ .. બુદ્ધિએ શોધેલ જડ પદાર્થોની શક્તિ કે ઈન્દ્રિયોએ શોધેલ વિષયની મહકતાની ભારોભાર નિરર્થકતા સમજાતાં, આત્માથી જીવ હવે સદ્ગુરુની ધમાં નીકળે છે. ભારતમાં પૂર્વ કાળે જ નહીં પણ આ કાળે થયેલા એવા અનેક સંત-રત્ન છે, કે જેઓએ આત્મ-સાધના -