________________ 314 હું આત્મા છું આત્મભાવના અલૌકિક હોવાથી તેમની ચર્યાને કે વાણુને આપણે સમજી શકીએ નહીં. પણ હકીકતમાં આવા સંતે તે નમ્રાતિનમ્ર હોય. અરે ! કેઈ સામાન્ય વ્યક્તિ મહાન સદ્ગુરના પ્રત્યક્ષ યોગમાં જેટલે નમ્ર ના બની શક્તિ હોય, એથી તે અનેક ગણું નમ્રતા આવા સંતોમાં જોવા મળે. આ જ છે તેમના અંતરની અભૂત પાત્રતા ! હાં, તે આપણે અહીં આત્માથી જીવ શાની શોધ કરે તે કહી રહ્યાં હતાં. બસ, જગતની કઈ ભૌતિક શે તેને લોભાવે નહી. એ શોધ, આ ભવમાં કદાચ ક્ષણિક બાહ્ય સુખ દેનાર બને તે પણ પરિણામે તે દુઃખદાયક જ હોય. માટે એવી શોધ કરી લે કે જેનું પરિણામ, ભવે-ભવા સાથે ચાલે. કર્મ ફિલસોફીને વિશ્વાસ છે કે જીવે કરેલાં પુણ્ય-પાપ સાથે જાય છે. અરે ! એક જમાને હતું કે અમુક દેશમાં સાથે જનાર વસ્તુઓનું લીસ્ટ બહું મોટું હતું. સાંભળ્યું હશે કે કેઈ રાજા-મહારાજા, શેઠ-શ્રીમતે મરે પછી તેને દાટવામાં આવે ત્યારે સાથે ધન, સોનું, રૂપું તે દાટે પણ એ મરીને જ્યાં ગયા હોય, ત્યાં તેની સેવા કરવા માટે જીવતાં દાસ દાસીઓને પણ સાથે દાટે. એમ મનાતું કે તેમની સાથે જેટલું દાટવામાં આવે છે તે બીજા જન્મમાં તેમની સાથે રહે, તેથી તેમને ત્યાં કેઈ જાતની તકલીફ નહીં પડે. આવા રિવાજે ઘણું લાંબા કાળ સુધી ચાલ્યા, અને આજે કંઈક સમજણ આવતાં એ રિવાજો ઓછા થઈ ગયા. બંધુઓ ! આ તે નરી અજ્ઞાનતા જ હતી, અને છે. સાથે દાટેલી વસ્તુઓ માટીમાં માટી જ થઈ જાય. સાથે જાય નહીં. પણ પુણ્ય-પાપ રૂપ કર્મો તે સાથે જાય છે. એથી પણ વધારે કહું તે આ જન્મ જેવાજેવા સંસ્કારો આત્મા પર સિંચિત થયાં છે, તે સંસ્કાર સાથે જાય અને અન્ય જન્મમાં એ જાગૃત થાય. પછી એ સુ-સંસ્કાર હોય કે કુ-સંસ્કાર! અહીં સદ્ગુરુની શોધ કરવી છે તે પણ એટલા માટે જ. સદ્ગુરુની પ્રત્યક્ષ પ્રેરણાથી થયેલે પુરુષાર્થ જે પરમ-પદ પ્રાપ્તિના હેતુથી થયે. હોય, તે પછી ભલે તે આ જ ભવમાં મુક્તિ ન આપે, પણ એ ભાવથી