________________ 312 હું આત્મા છું અનામ્યાયે નામ કેસે ધ્યાવે ? અરૂપાયે રૂપ કેસે દેખાવે? હે મિ જે સાંગે સ્પષ્ટભાવે, તે મિ સદગુરુ - અનામી એવા આત્માનું નામ, અરૂપી એવા આત્માનું રૂપ પષ્ટ રીતે જે બતાવી શકે તે જ સદ્ગુરુ. શ્રીમદ્જીએ પણ ઠેર-ઠેર સગુરુનો મહિમા ગાય છે. તેઓના કૈવલ્યબીજ શું?” નામના કાવ્યમાં એકથી વધારે વાર સુ-ગુરુના ચરણની સેવના સંકેત છે. તેઓ કહે છે - બિન સદગુરુ કોય ન ભેદ લહે. જબ સદગુરુ ચર્ન સુપ્રેમ બસે. ગુરુદેવકી આન સ્વ- આમ બસે. ગુરુદેવને આટલો મહિમા ગાનારાને પોતાને ગુરુ કેમ નહીં ? તેઓની આ વર્તમાન પર્યાયે તેમણે કઈ ગુરુના ચરણોને સેવ્યા નથી. તે ખરેખર ગુરુની આવશ્યકતા છે તે કેમ સમજવું ? આ પ્રશ્ન અત્યંત સ્વાભાવિક છે. જાગૃત જીવને આ સંદેહ ઉઠયા વગર ન રહે. સમાધાન પણ તેના જીવનમાંથી જ મળે છે. તેઓ જે આત્મિક સંસ્કાર સાથે લઈને જન્મ્યા હતા, તે સંસ્કારો તેમના બાલ્યકાળમાં જ દેખા દેવા માંડયા હતા. માત્ર સાત વર્ષની ઉંમરે આત્મતત્વ વિષે અંતરમાં જાગતે તીવ્ર ઉહાપોહ અને કેઈની પણ પ્રત્યક્ષ પ્રેરણા વિના જાગૃત થઈ જતી આત્મ-સંવેદના, આ બધું બતાવે છે કે પૂર્વે આ સંસ્કાર પામવા માટે અપ્રતિમ પુરુષાર્થ તેઓએ કર્યો છે. કેઈ પણ જાતના કારણ વગર આટલા ઉત્કૃષ્ટ આત્મવીર્યનું કુરાયમાન થવું, તે પૂર્વના પ્રબળ સંસ્કાર વિના સંભવતું નથી. તેને અર્થ એ કે તેમણે આ કાળે નહીં પણ ભૂતકાળમાં અનન્ય ભાવે સદ્દગુરુનાં ચરણે સેવીને તેમની અસીમ કૃપાના ભાજન બન્યા કે જેના કારણે ભવ-ભવ સાથે ચાલવાવાળી ગ્યતાના ધારક બની ગયા. એટલું જ નહીં પણ તેમણે કઈ એક મહાપુરુષને ગુરુ રૂપ ના સ્વીકાર્યા, તે પણ અનેકવાર સપુરુષ