________________ 311 ભારતીય માન જાગ્રત થાય, એવા અનુભવિકા છે. તેથી બિલ શોધે સદ્ગુરુ વેગ માટે ગુરુની શોધ વર્ષો સુધી કરી હોય, ગુરુને પામવા અનેક વર્ષો વનજંગલમાં કે પહાડેમાં ભટક્યા હેય, અનેક મુશીબતો વેઠી હોય, ગુરુ ન મળ્યા ત્યાં સુધી જપીને બેઠા નથી, અને જ્યારે સમર્થ ગુરુ મળ્યા કે તેમના કૃપાશિર્વાદથી પિતાની આત્મસાધના કરી જીવનની સાર્થતા કરી લીધી. ભારતની એ પ્રાચીન પ્રણાલી રહી કે જેમને આત્મલક્ષ જાગૃત થાય, તેમનું પહેલું કામ સગુરુની શોધનું. કારણ ભારતીય માનસ આત્મસાધનામાં સદૂગુરુનું મહત્ત્વ અનિવાર્ય સમજે છે. સદૂગુરુ વિના ઉદ્ધાર નથી. અહીં થઈ ગયેલા અનુભવી સંતોએ સદ્દગુરુનો મહિમા ખૂબ ગાય છે. તેથી બિલકુલ ગ્રામ્ય જણાતે માનવ પણ ગુરુ વિના રહે નહીં. એ વધુ ન સમજતા હોય, પણ એટલું તે જાણતા હોય. ગુરુ દીપક ગુરુ ચાંદલે, ગુરુ મુજ પ્રાણ આધાર પલક એક ન વિસરું, ગુરુ મુજ તારણહાર.. કબીર જેવા સમર્થ સંતે પણ ગુરુને મહિમા અપાર બતાવ્યું છે. તેમને ચોક્કસ વિશ્વાસ છે કે ગુરુ વિના એક ડગલું પણ આગળ વધી શકાય નહીં. એક વાર ગુરુ માર્ગ બતાવે અને પછી એ રાહે ચાલ્યા જઈએ, તો બેડો પાર. એટલું જ નહીં, આત્મતત્વ રૂપ સની પ્રાપ્તિ ગુરુ વિણ થાય જ નહીં. તેઓ કહે છે - સદગુરુ સતુકા શબ્દ હૈ, જાને સત્ દિયા બતાય જે સતકે પકડે રહે, તે સત્ હી માહિં સમાય... સત એટલે પરમ તત્વ. તે રૂ૫ વગરનું તત્ત્વ છે. તેનું સ્વરૂપ અદશ્ય છે. પણ તેનું કેઈ દશ્ય સ્વરૂપ હેય તે તે સદગુરુ છે. પરમાત્મા તમને સને માર્ગ બતાવવા આવતા નથી. પણ પિતાને જ ફિરસ્તા સમાન સરુને ભેટો કરાવી આપે છે. એવા સદ્ગુરુ તમને જે સત્ બતાવે,. તે સને તમે દઢતાથી પકડી રાખશે, તે તમે પોતે જ સત્ રૂપ બની જશે. માટે સદૂગુરુના શરણમાં ચાલ્યા જાવ. મરાઠી અધ્યાત્મ-સાહિત્યમાં પણ આ જ ભાવને વધુ સ્પષ્ટતા આવતાં કહેવાયું છે કે :