________________ વતે આજ્ઞા ધાર 299 રસ્તે ચાલતા મુનિ, પ્રભુએ ફરમાવ્યું તેમ જ ચાલે. કેઈપણ જીવની વિરાધના ન થાય માટે પૂર્ણ જાગૃત રહે, તો તેણે પ્રભુની આજ્ઞાનું યથાર્થ પાલન કરી લીધું એમ સમજી લેવાનું ? હા, બાહ્ય દષ્ટિએ આટલી સાવધાની પછી આત્મામાં સહજ રૂપે ઉપયેગવંત એ રહેતા હોય. વળી સર્વ આત્મા સમાન છે. એકેદ્રિયાદિ જીમાં પણ પરમાત્માને વાસ છે. તેમ મુનિને સર્વ હાલતા-ચાલતા જેમાં માત્ર આત્મા દેખાય અને એ આત્મા પરમાત્મા થવા સર્જાયેલે છે એવી વિચારધારા અંતરમાં સ્કુરાયમાન થયા કરતી હોય અને એના કારણે વિશ્વના સર્વ આત્માઓ સમાન છે, એવી સમત્વ દષ્ટિ અંતરમાં ઉદ્ભવતી હોય તે પ્રભુની આજ્ઞા યથાતથ્ય રૂપે જીવનમાં ઉતરી છે, તેમ માની શકાય. અરે ! સર્વ જીવો પ્રત્યે સમદષ્ટિ જેને લાધી છે તે એક કીડીને પણ હરતી-ફરતી જુએ કે તરત તેને એમ થાય કે આ નાનકડા શરીરમાં વર્તતે આત્મા જ્યારે પરમાત્મ-ભાવે પરિણમી જશે, તેની ખબર નથી. આજે જંતુ છે, કાલે માનવ એ બની મેક્ષ પધારી જશે, ને હું કદાચ સંસારમાં ભટકતો હોઉં એમ પણ બની શકે ! ભગવાન મહાવીરે ભરવાડના ધાબળામાં “જૂ” ના ભવ કર્યા, ત્યારે એ ભરવાડને ખબર હશે કે તુચ્છ જતુ રૂપે જેની પર્યાય પ્રગટ થઈ છે તે જ આત્મા પરમાત્મદશાને પ્રગટ કરી લેશે ! તે બંધુઓ ! મુનિનાં વ્રતનું પાલન, આત્મામાં આવી દશા પ્રગટાવે છે. સ્વના અનુભવથી, સર્વના આત્માને સમાન રૂપે જાણે છે અને તેથી જ તેઓ આત્મજ્ઞાની છે બસ, આવી આત્મજ્ઞાનની દશા પોતાના કુળ ગુરુમાં હોય તે જ તેમને માને અન્યથા, તેમને ત્યાગ કરી, સાચા ગુરુની શોધ કરી તેઓના ચરણ શરણમાં સર્વસ્વ અર્પણ કરી દે. પ્રત્યક્ષ સદ્દગુરુ પ્રાપ્તિને, ગણે પરમ ઉપકાર, ત્રણે વેગ એકત્વથી, વતે આજ્ઞા ધાર... 35... અનંત પુણ્યને રાશિ ફલિત થાય ત્યારે માનવ જન્મ મળે અને પુણ્યાનુબંધી પુણ્ય જાગે ત્યારે સદ્ગુરુને વેગ મળે. જાગૃત આત્મા મળેલા. સદ્ગુરુના વેગનું મૂલ્ય સમજે અને સદ્ગુરુએ કરેલા પરમ ઉપકારને,