________________ વતે આજ્ઞા ધાર! 301 સંસાર-સાગરનું બાષ્પીભવન થઈ ગયું. બસ, હવે ફિકર નથી. પડી રહીશ શ્રી ગુરુના ચરણમાં ! બંધુઓ ! આત્માથીની અંતર લગની આવી જ હોય. ગુરુદેવના ચરણ -શરણને ઝંખતે સાધક જ્યારે એ પામી જાય પછી સર્વસ્વ એમના ચરણમાં સોંપતાં કેટલી વાર ? આત્માને જગાડ્યો, ગુરુદેવે ! આત્માને ઓળખાવ્યો, ગુરુદેવે ! આત્માને અનુભવ કરાવ્યો, ગુરુદેવે ! દીવડે દીવડો પ્રગટાવ્યો, ગુરુદેવે ! બસ, ગુરુદેવ બધું જ આપનું. મારું તન, મન, વચન આપની આજ્ઞામાં સર્વથા સમર્પિત, કેટલું સાધવું પડે આ સાધકને? પિતાના મન, વાણી, વિચારે, ઈચ્છાનું પિતાના અહમ ભાવે પરિણમન જ નહીં. ગુરુદેવની ઈચ્છા વિના, આંખની પાંપણ પણ ન હલે. આટલી ચરમ કેટીની સમર્પણતા આત્માથીના હૃદયમાં જાગૃત થઈ જાય. તેને કરવું ના પડે. તેની આત્મવૃત્તિ જ સહજ એવી થઈ જાય કે સર્વ કિયાઓ ગુરુ ચરણની આજ્ઞા રૂપે જ થવા માંડે. એ તે એમ કહે મેં તે બધું જ સોંપી દીધું છે. હવે મારું કશું જ નથી. મારા પર મારે અધિકાર નથી. કબીરે કહ્યું મેરા મુજમેં કછુ નહીં, જો કછુ હૈ સે તેરા તેરા તુજકે સૌપતે, કયા લાગત હૈ મેરા. અંતઃકરણમાં જયારે અતિ વિનમ્રતા આવી હોય, લઘુતા જાગી હોય ત્યારે જ આ ભાવ, ભાષા દ્વારા પ્રગટ થાય. અન્યથા ન થાય. બંધુઓ! જેની અંદર લઘુતા છે, તે ગમે તેવી મોટી સિદ્ધિ પામ્યા પછી પણ અહમને ને સેવે. ગણધર ગૌતમ ચાર જ્ઞાન અને અનેક લબ્ધિઓ પામ્યા પછી પણ પ્રભુ મહાવીરના ચરણના સેવક જ રહ્યા. અરે ! ખુદ મહાવીર પણ દેશના દેતાં એમ ન કહે કે મને કેવળજ્ઞાન થયું છે અને મારી જ્ઞાન શક્તિથી કહું છું. પણ કહે કે અનંત-અનંત તીર્થકરેએ તત્ત્વનું સ્વરૂપ જેવું કહ્યું, તે જ કહું છું, કંઈ નવું નહીં. આ છે ચરમ કોટીની લઘુતા. - લઘુતા જાગ્યા વિના ગુરુદેવનું મહત્વ શું છે તે સમજાતું નથી, ને તેમના ચરણમાં સમર્પિત ભાવ જાગતું નથી. માટે આત્માથી બનતાં પહેલાં, મુમુક્ષુ બનતાં પહેલાં અંતરના ખૂણે ખૂણેથી શોધી-શોધીને અહમને વિદાય