________________ 306 હું આત્મા છું ભવ સતત, નિરન્તર, અખલિત રૂપે પ્રવાહમય રહ્યા જ કરે અને આત્માને ઉપગ પોતાને અનુભવવામાં જ લાગે રહે એ છે ચારિત્ર. - જીવ જ્યારે આવી ચારિત્રની સર્વ–શુદ્ધ કક્ષામાં પહોંચે છે ત્યારે આત્મ સ્વરૂપની રમણતાનું જ્ઞાન, તેનું જ દર્શન અને તેને જ અનુભવ. જે ત્રણે શબ્દો છદ્મસ્થ જીવને, બૌદ્ધિક સમજણ માટે અલગ અલગ કહ્યાં પણ આત્મ-અનુભવ દશામાં આ ત્રણ જુદાં નહીં પણ એક જ છે. અને એકને. માત્ર એકને અનુભવ તે જ છે જિન માર્ગ, તે જ છે મોક્ષમાર્ગ, તે જ છે પરમારથ પંથ. એમ આવું શુદ્ધ સ્વરૂપ જિનદેવ કહી ગયા છે. - જિનેશ્વરને કહેલે આ મોક્ષમાર્ગ નિશ્ચય રૂપ છે જે અનુભૂતિ મૂલક છે. કવિવર બનારસીદાસ નાટક સમયસારમાં કહે છે અનુભવ ચિંતામનિ રતન અનુભવ હૈ રસકપ અનુભવ મારગ મોખક અનુભવ મોખ સપ... ચિંતામણી રત્ન સમાન જેનું અપ્રતિમ મૂલ્ય છે, જે પરમ અમૃતરસને કંપ છે, જે મોક્ષને માર્ગ છે એ અનુભવ પોતે જ મોક્ષનું સ્વરૂપ છે. સર્વ વિશુદ્ધ આત્માની અખંડ અનુભવ દશા એ જ મોક્ષ. એથી જુદો મોક્ષ કોઈ નથી. આવા અનુભવને પામવા કે નિશ્ચયનયને આંબવા, જીવનના પ્રવૃત્તિ ક્ષેત્રે જે પુરુષાર્થ છે તેને વ્યવહાર કહો. નિશ્ચય નય જ્યાં અનુભૂતિ મૂલક છે, ત્યાં વ્યવહાર નય કિયા મૂલક છે. પણ ધર્મના નામે થત વ્યવહાર કેવો જોઈએ ? તે સમજવું બહુ જરૂરી છે. માટે જ આ ગાથાના નીચેના પદમાં કહ્યું : પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત જે ધર્મ વ્યવહાર, જે આચાર પરમાર્થ માર્ગ એટલે કે મોક્ષ માર્ગની પ્રેરણા રૂપ બનતો હોય તે વ્યવહાર જ આદરણીય છે અન્ય વ્યવહારો નહીં. ચાહે સાધુ હોય, ચાહે ગૃહસ્થી હોય, પણ પોતે જે વ્રત-નિયમઅનુષ્ઠાને કરતા હોય તે કર્યાનું ફળ આત્મ–અનુભવ હવે જોઈએ. અનુભવ દશા છે ત્યારે જ પ્રગટે કે અનંતાનુબંધી કષાયે ક્ષય, ઉપશમ