________________ વતે આજ્ઞા ધાર 297 દેઢ શ્રદ્ધા વતે. તેથી સર્વ વિષયોની આસક્તિ છૂટી જાય. માત્ર આત્મભાવની રમણતામાં જ રમે. આનંદઘનજીએ કહ્યું : | મુનિગણ આતમરામી રે મુખ્યપણે જે આતમરામી તે કેવલ નિષ્કામી શ્રી શ્રેયાંસજિન ચોથા ગુણસ્થાનથી વધતી વિકાસ દશામાં આગળ વધતો મુનિ છો. સાતમ-આઠમેથી બારમે સુધી, જ્યાં જ્યાં સ્થિત હોય ત્યાં આત્મ-રમણતા સિવાય અન્ય દશા ન હોય અને તે આત્મ-રમણતાની ગંભીરતા અને સ્થિરતા વધતી ચાલે, જે કેવળજ્ઞાન સુધીની દશા સુધી પહોંચાડે. કેવળજ્ઞાન થયા પહેલાંની આત્માની જેટલી અવસ્થાએ એ બધી જ અંતરાત્મ-ભાવની. ચોથા ગુણસ્થાનથી લઈ બારમા ગુણસ્થાનમાં વર્તતા, નિષ્કામી, ભેદ-વિજ્ઞાની મહાત્માએ બધા આત્મભાવમાં જ મગ્ન હેય. આત્માને જ્ઞાતા-દષ્ટ ભાવ કે જે આખાયે જગતને માત્ર સાક્ષી ભાવે જાણે, જુએ છે, તે પળ-પળની પ્રવૃત્તિમાં પ્રાદુર્ભત થઈ ચૂક્યો હોય. આ અંતર-આત્મદશા એટલે જ મુનિપણું. અને ત્રીજી દશા તે પરમાત્મ દશા કેવી હોય તે દશા? આનંદઘનજી મહારાજના જ શબ્દોમાંજ્ઞાનાનંદે હે પૂરણ પાવને વર્જિત સકળ ઉપાધિ, સુજ્ઞાની; અતીન્દ્રિય ગુણગણમણિ આગ એમ પરમાતમ સાધ, સુજ્ઞાની સુમતિ જેઓ નિત્ય અનંતજ્ઞાનના આનંદની અવિરત અનુભવ દશામાં ગૂલી રહ્યા છે. સંસારના સર્વ આનંદો અંતરથી વિરમી ગયા છે. આત્માની સર્વ વિશુદ્ધ દશા, અત્યંત-અત્યંત નિર્મળતાને ભજે છે. આખો યે સંસાર અને સાથે આ દેહ, એ સર્વ ઉપાધિ છે. આવી ઉપાધિઓ જેને સહજ રૂપે છૂટી ગઈ છે. દેહ હેવા પછી પણ છે કે નહીં એની જેને જાણ નથી. વળી અતીન્દ્રિય સુખની અનુભૂતિ અને ઈદ્રિયાતીત દશાના કારણે