________________ 296 હું આત્મા છું જેને જીવના સ્વરૂપનું ભાન નથી દેહને જ આત્મા માની, દેહ તે જ હું એવી ભ્રમણામાં ભૂલ્યા છે અને દેહના અર્થે જ જેની સકલ પ્રવૃત્તિ છે તે બહિરાત્મા. વળી દેહને હું માનનારે, આત્માથી સંસારનાં સર્વ દ્રવ્ય પર છે; એવું જ્ઞાન ન હોવાના કારણે, પર- દ્રમાંથી તેને આસક્તિ ઉઠતી નથી. પર-દ્રવ્યોમાં જ પિતાના સુખની કલ્પના તેને હોય છે. અને તેના સર્વ પ્રયત્નો પરમાંથી સુખ મેળવી લેવાના રહે છે. આ અવળી દૃષ્ટિ તેને સત્ સમજવા દે નહીં, તેથી તેનું મિથ્યાત્વ હટે નહીં. મિથ્યાત્વ હટે નહીં તેથી વિષયે પ્રત્યેનું આકર્ષણ ઓછું થાય નહીં. વિષયના સેવનમાં જ એની સર્વ વૃત્તિ રોકાયેલી પડી હોય. આનંદઘનજી મહારાજે એક અન્ય પદમાં કહ્યું: સયલ સંસારી ઈદ્રિયરામી સર્વ સંસારી અર્થાત્ બહિરાત્મ જી ઈદ્રિયના રસમાં જ રાચતા હોય. તેથી પળે પળે પાપને બંધ કરી અનંત સંસાર વધારતા હોય. આવા જ મિથ્યાત્વ ગુણસ્થાને જ હોય. જ્યાં મિથ્યાત્વ છે ત્યાં અજ્ઞાન છે. અને તે જીવને રખડાવનાર છે, જ્યારે અને પુરુષાર્થ ઉપડે અને મિથ્યાત્વ રૂપ અંધકારમાંથી પ્રકાશ તરફ આવે ત્યારે તેને સમ્યકત્વને સ્પર્શ થાય છે. દેહ તે હું નહીં પણ દેહથી જુદો હું ચેતન દ્રવ્ય છું એવી આત્મ પ્રતીતિ એને થાય. સમ્યક્દર્શનની પ્રાપ્તિથી જીવની અંતરાત્મ દશાને પ્રારંભ થાય છે. આજ સુધી કાયાના અર્થે પ્રવૃત્તિ હતી, તેમાં જ આસક્ત હતો. તે દષ્ટિ બદલાઈ જાય અને દેહ, ઇન્દ્રિય, મન આદિની ક્રિયાઓનો તે સાક્ષી થઈ જાય. માત્ર સાક્ષીભાવે દેહમાં રહે. દેડની ક્રિયાઓમાં, દેહના સુખ-દુઃખમાં ભળે નહીં. એ સુખ-દુઃખને પિતાનાં સમજે નહીં. જે કંઈ પીડા, વેદના, સુખ-દુઃખ થઈ રહ્યું છે તે દેહમાં થાય છે. હું દેહથી જુદો છું. દેહ તે હું નથી. એમ દેહને પર દ્રવ્યને જાણ થાય એટલે પર દ્રવ્યમાં જે પિતાના સુખની કપના હોય તે છૂટી જાય. પિતાનું સુખ પિતામાં જ છે. અન્ય દ્રવ્ય કે અન્ય વ્યક્તિમાં નથી જ એ દઢ વિશ્વાસ,