________________ ....લતે આજ્ઞા ઘાર ! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષ–માર્ગની આરાધના સમ્યગદર્શન. સમ્યગ જ્ઞાન અને સમ્યગૂચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના, આત્માના અવ્યાબાધ સુખની પ્રાપ્તિ કરાવે છે. પુણ્યના ભેગે મળતું સંસારી સુખ તે મળ્યા પછી ચાલ્યું પણ જાય, વચમાં વિક્ષેપ પણ પડે, એક વાર સુખ પ્રાપ્ત થયા પછી, દુખ પણ આવે. પરંતુ આરાધનાના ફળ સ્વરૂપે મળેલ આત્મિક સુખ અનંત અવ્યાબાધ સ્વરૂપની પ્રાપ્તિ કરાવે જ. અહીં આત્મસિદ્ધિ શાસ્ત્રમાં અવ્યાબાધ સુખની પ્રાપ્તિના પ્રબળ પુરુષાર્થમાં જે વતી રહ્યા છે, એવા મુનિ જ સદ્ગુરુનું સ્થાન પ્રાપ્ત કરી શકે એમ કહ્યું છે આત્મજ્ઞાન ત્યાં મુનપણું, તે સાચા ગુરુ હેાય; બાકી કુળગુરુ કલ્પના, આત્માથી નહિ જોય... 34 આત્મ સાધનાના માર્ગે સદ્દગુરુની અનિવાર્ય આવશ્યકતા છે. આત્માથી જીવની શોધ એવા સદ્ગુરુ માટેની જ હોય કે જેઓ આત્મસાક્ષાત્કારી સંત હોય, પિતે આત્માને અનુભવ્યું હોય અને અન્યને અનુભવ લફર્યો માર્ગ બતાવી શક્તા હેય. સ્વામી વિવેકાનંદ આવા ગુરુની શોધમાં જ હતા. અને અનેક સંતને મળ્યા પછી આત્મજ્ઞાની સંત શ્રી રામકૃષ્ણદેવમાં જ એમનું હૈયું ઠર્યું, અને તેમને ગુરુ રૂપે સ્વીકાર્યા. અહીં પણ એ જ કહેવામાં આવ્યું. આત્મજ્ઞાન છે ત્યાં જ મુનિપણું સંભવી શકે. જેમણે આત્મા અને શરીરની ભિન્નતાને વેદી નથી, તેઓને