________________ 292 હું આત્મા છું બસ, એમ જ સ્વભાવથી, સંસારભાવના તટ પર ઉભેલા વ્યક્તિને દુન્યવી પ્રલેભને કે સારા-નરસા નિમિત્તે અસર કરી શકે નહીં, એ રાગ-દ્વેષના પરિણમન રૂપ બની શકે નહીં. એટલું જ નહીં વ્યવહારમાં પણ જ્યાં તેને એમ લાગે કે બેલવા જેવું છે ત્યાં જ બેલે અને અહિત થવાની સંભાવના દેખાય તે મૌન થઈ જાય. તેવા સંગથી પર થઈ જાય. મધ્યસ્થ વ્યક્તિ વિવેકી હોય. જીવનના સર્વ ક્ષેત્રમાં એ વિવેક બુદ્ધિને આગળ કરીને જ ચાલે અને તેથી જ તેને આધ્યાત્મિક માર્ગે જડ-ચેતનને વિવેક થતાં ભેદ-વિજ્ઞાન પ્રગટે. પણ અહીં શ્રીમદ્જી કહે છે બિચારા મતાથીનું એ દુર્ભાગ્ય છે કે આવા આત્મસાધક ગુણે આ જીવમાં હોતા નથી, અને તેથી જ સંસાર સાધક ભાવોમાં સતત તેની વર્તના હૈય, છતાં શ્રીમદ્જીને વિશ્વાસ છે કે મતાથી જીવમાં પણ જે સમજણ ઉગે, તો તે પણ જરૂર પિતાના દોષને જોઈ દૂર કરી શકે છે અને આમાથી બની શકે છે. તેથી જ તેઓ કહે છે– લક્ષણ કહ્યાં મતાથીનાં, માથે જાવા કાજ હવે કહું આત્માથીનાં, આત્મ અર્થ સુખ સાજ....૩૩... ગાથા 24 થી 33 સુધી શ્રીમદ્જીએ મતાથીનાં લક્ષણે બતાવ્યાં કે જેથી મતાથી જીવ જાગૃત થાય. પોતે કયાં છે, એની જેને ખબર નથી, તેને સન્માર્ગે ચાલવું જરૂરી છે એ પણ કેમ સમજાય ? આટલું કહ્યા પછી, જેની ભવિતવ્યતા તૈયાર થઈ હોય, એવી વ્યક્તિ જરૂર અંતરમાં વિચાર કરતી તે થઈ જ જાય કે-મારી વૃત્તિઓમાં, મારી માન્યતામાં ક્યાં ભૂલ છે ? હું ભ્રમણામાં છું અને તેમાંથી નીકળવું મારા માટે અતિ-અતિ આવશ્યક છે. તે જાગે તે પિતાની વૃત્તિ અને પ્રવૃત્તિ તરફ અને પિતાને જ ધૃણ જન્મ. કદાચ એ ગૃહસ્થાશ્રમમાં રહી શ્રાવક કે મુમુક્ષુ કહેવાતું હોય અથવા સંસાર ત્યાગી સાધુ બની ગયે હેય પણ છેટા રહે હોય તે તેને સાવધાન કરવા, આંધળી દોટથી રોકવા માટે, તેને તેની સ્થિતિ સમજાવવી જરૂરી છે, અને