________________ 29 હું આત્મા છું બુદ્ધિની વિશાળતા, કક્ષાની ઉપશાંતતા, જિતેન્દ્રિયતા અને મધ્યસ્થતા જેનામાં છે તે જ મોક્ષમાર્ગને પામી શકે છે. બાકી તે સંસારમાં રખડી-રખડી દુખમાં સબડવાનું જ રહે. બંધુઓ ! લાકડી સીધી હોય તે ધ્વજ સહિત મંદિર પર ચડે. પણ વાંકી હોય તે ચૂલા સિવાય તેનું સ્થાન ક્યાંય નહીં એમ જેનામાં સરળતા છે, નિષ્કપટતા છે, માયાપ્રપંચના ભાવથી રહિત છે, તેવા જ જ આત્મ-વિકાસની ઉત્કૃષ્ટ દશાએ પહોંચે છે. પણ વાત-વાતમાં વાંકું પડતું હોય એવા માયાવી માણસે તે ધર્મ કરવાને પણ યોગ્ય હોતા નથી. ધર્મની વાત તે પછી કરીએ, પણ જીવન વ્યવહારમાં પણ વાંકા માણસો કંઈકને મુશ્કેલીમાં મૂકતા હોય. તેની સાથે કાંઈ પણ વાત કરે તે ઊંધા અર્થમાં જ લે અને ઝઘડો કરવા તૈયાર, સીધી વાતને સીધી રીતે સમજવાને પ્રયત્ન જ ન કરે. કાઠિયાવાડના નાના ગામડામાં, ગામની વચ્ચે ચેરો અને એક વૃદ્ધ માણસ ત્યાં બેઠા હતા. ત્યાંથી એક જુવાન નીકળ્યો અને એણે વૃદ્ધને સરળ ભાવથી પૂછ્યું : “કાં બાપા ! બેઠા છો ને ?" તંઈ તું કે તે હો તે ઊભું થઈ જાઉં !" જુઓ, આ ! ઊભા થવાનું કીધું કે એમને પ્રેમથી બોલાવ્યા ? પણ સમજે આવા જી. અરે ! અમારે એકવાર એવું થયું. એક બહેન બહારગામથી દર્શન કરવા આવ્યાંઆવ્યા એટલે આવકાર આપવાના ભાવથી અમે પૂછયું: “ઓહો ! દર્શન કરવા આવ્યાં ?" “કેમ, કાંઈ અમારે ન અવાય ?" એવે છણકો કરી બહેન બોલ્યાં, કે અમે તે ચૂપ ! અરે માવડી ! તને એમ ન થાય કે મને કેઈએ ન બેલાવી, એટલે પૂછ્યું. એક વાર નહી, ચોર વાર આવે તે પણ તને કણ ના પાડે છે ? જુઓ, આવી પ્રકૃતિના પણ લેકે હોય કે તેને સહજ ભાવે કંઈ કહીએ તે ઊંધું સમજે