________________ 246 હું આત્મા છું વળી ચારે ગતિવાળા જે આત્મ-આરાધના માગે ક્યાં સુધી પહોંચી શકે છે એ જાણવું જરૂરી છે. સમ્યગ્ગદર્શન તે ચારે ગતિના અને હોઈ શકે છે. તિર્યંચ શ્રાવક પણ થઈ શકે અને માનવ સાધુ બનીને સાધના કરતાં, મેક્ષ-પ્રાપ્તિને પુરુષાર્થ પણ કરી શકે. આમ આત્મ-આરાધનાની દૃષ્ટિએ મનુષ્યગતિ જ ઉત્તમ છે, તે સમજે અને અત્યારે મળેલ મનુષ્યને જન્મ વારંવાર નથી મળતે માટે તેની દરેક પળને સાર્થક કરી લઉં. આવું જ્ઞાન અંદરમાં જાગે તે તે શ્રતજ્ઞાન. પણ માત્ર ભંગ ગણ્યા કરે, ચર્ચા કરે, અને પોતે જ્ઞાની થઈ ગયો છે એમ અભિમાન સેવ્યા કરે છે તે મતાથી. બીજા પદમાં કહ્યું. મતાથી જીવ પોતે માનેલા મત, પંથના આગ્રહમાં જ પડ્યો હોય અને અમુક જાતિ કે વેષ હોય તે જ મોક્ષ થાય, અન્યથા ન થાય તેવી મૂઢ માન્યતા ધરાવતા હોય. આજે ઘણા લેકે એમ માનતા હોય છે કે જેનધર્મને માને તેને જ મોક્ષ થાય. પણ મોક્ષ એ શું છે ? રાગ-દ્વેષથી સંપૂર્ણ છુટકારે તે મિક્ષ આ પરિણતિ, ગમે તે ધર્મને માનતા હોય, તે પણ થઈ શકે. જેનધર્મને ઠેકે નથી કે તેનો અનુયાયી હોય તે જ મોક્ષને અધિકારી, અન્ય નહીં ! જેન પરંપરાએ માનેલા અનુષ્ઠાને કરતે હેય પણ જે અંદરથી રાગ-દ્વેષ ક્ષય ન થાય તે ગમે તેટલા ભવ સુધી કર્યા કરે તે પણ મોક્ષ ન થાય અને અન્ય પરંપરાથી ચાલ્યા આવતા આચારેને પાળતાં પણ રાગ-દ્વેષને નાશ થાય તો મેક્ષ નિશ્ચત જ છે. આપણે ત્યાં પંદર ભેદે સિદ્ધ કહયા તેમાં એક ગૃહસ્થલિંગ સિદ્ધા મેક્ષ પામી શકે, એ જ રીતે અન્યલિંગ સિદ્ધા કહ્યું. વેષ અન્ય મત સંપ્રદાય હોય, સંન્યાસી હોય, જટાધારી, ભગવાં વસ્ત્ર રૂદ્રાક્ષની માળા, બેરખા, પગમાં ચાખડી, વગેરે–વગેરે અર્થાત્ તેમના સંપ્રદાયને માન્ય વેષ તથા સમાચારી હેય, પણ આત્માની ભાવ-પરિણતિ વિશુદ્ધ થતી જાય અને કર્મોનો ક્ષય થતું જાય તે કેવળજ્ઞાન પામી મેલે જાય. આ છે જેની મતની માન્યતાથી ભિન્ન અન્ય મતાવલંબી. પણ રાગ-દ્વેષને